BREAKING NEWS

ખેરવા ગામની સીમમાં કારમાંથી રેઢો 98 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

  • October 13, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો નજીકના દિવસોમાં હોય શરાબ શોખીન રસિયાઓને શરાબ પૂરો પાડવા બુટલેગરો સક્રિય થયા છે તો બીજી તરફ દારૂના ધંધાથી ઓને ઝડપી લેવા પોલીસે પણ શસ્ત્ર સજાવ્યા છે ત્યારે પીસીબી બ્રાન્ચના પીઆઈ ની સૂચનાથી ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ખેરવા ગામની સીમમાં આવેલ ખુલ્લા પ્લોટમાંથી કારમાં છુપાવેલો 765 બોટલ વિદેશી દારૂ રેઢો કબજે કર્યો હતો અને કારના નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી દિપાવલી તહેવારો ને ધ્યાનમાં રાખી શહેરમાં દારૂના ધંધાર્થીઓ પર વોચ રાખવા અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર દરોડા પાડી દારૂ ઝડપી લેવા કરેલા આદેશના પગલે ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ ડીસીપી બીબી બસીયા ના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયા ની રાહબરી અને પીઆઇ એમ જે હૂણના માર્ગદર્શન હેઠળ ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.


કે દરમિયાન કુલદીપ સિંહ જાડેજા વિજય મેતા, યુવરાજસિંહ રાણા સહિતની ટીમ ને મળેલ બાતમીના આધારે ખેરવા ગામની સીમમાં યાસીન એ લોહી કારખાના નજીક ખુલ્લા પટમાંથી એક સ્વીફ્ટ કારમાં છુપાવેલો 765 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 97,920 અને કાર મળી કુલ 4,97,920નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પીસીબી બ્રાન્ચે દારૂનો દરોડો પાડતા પહેલા બુટલેગરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જેથી કાર જી.જે.13 એ.એમ 6284 પરથી બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.આ અંગેની કામગીરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ એમ જે હૂણ, એ.એસ.આઇ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલરીયા, મહિપાલસિંહ, દેવરાજભાઈ ક્ળોતરા, વાલજીભાઈ જાડા, હરદેવસિંહ, રાહુલગીરી, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ રોકાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application