ઓકટોબર અને નવેમ્બરમાં ભારે વેચવાલી બાદ વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારતીય શેરબજારમાં પરત ફર્યા છે. ડિસેમ્બરના પ્રથમ બે સાહમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં . ૨૨,૭૬૬ કરોડની ચોખ્ખી રકમનું રોકાણ કયુ છે. આ રોકાણ યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા અને ભારતીય રિઝર્વ બેંકની નીતિઓના કારણે છે.
છેલ્લા મહિનાઓમાં વિદેશી રોકાણકારો તરફથી રોકાણમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. ઓકટોબરમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રેકોર્ડ . ૯૪,૦૧૭ કરોડ પાછા ખેંચ્યા હતા, જે આ વર્ષે સૌથી મોટો આંકડો હતો. આ પછી નવેમ્બરમાં .૨૧,૬૧૨ કરોડનું વધુ વેચાણ થયું હતું. અગાઉ સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોનું રોકાણ . ૫૭,૭૨૪ કરોડની નવ મહિનાની ટોચે પહોંચ્યું હતું. આ અસ્થિરતા વૈશ્વિક આર્થિક સ્થિતિ અને યુએસ વ્યાજ દરો સંબંધિત અનિશ્ચિતતાનું પરિણામ હતું.
ડિપોઝિટરી ડેટા અનુસાર, ૧૩ ડિસેમ્બર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં . ૨૨,૭૬૬ કરોડનું રોકાણ કયુ છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજ દરોમાં સંભવિત કાપની જાહેરાત અને ભારતીય રિઝર્વ બેન્કના કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી જીત્યો છે.
કન્યુમર પ્રાઇસ ઇન્ડેકસ આધારિત ફુગાવાના ઘટાડાને કારણે ભારતીય બજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટને પણ અસર થઈ હતી. ઓકટોબરમાં ફુગાવો ૬.૨૧ટકા હતો, જે નવેમ્બરમાં ઘટીને ૫.૪૮ટકા થયો હતો. આ સુધારાથી આશા ઊભી થઈ છે કે આરબીઆઈ તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં ઘટાડો કરશે.
તાજેતરના મહિનાઓમાં, વિદેશી રોકાણકારો દ્રારા ભારતીય બજારમાંથી નાણાં ઉપાડીને ચીનમાં રોકાણ કરવાનું વલણ જોવા મળ્યું હતું. જોકે ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારને પ્રાથમિકતા આપી છે. વાસ્તવમાં, આરબીઆઈ દ્રારા લિકિવડિટી વધારવા અને ફુગાવાના દરના વધુ સારા આંકડા ભારતીય બજારમાં રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મોનિગ સ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચના હિમાંશુ શ્રીવાસ્તવ કહે છે કે વિદેશી રોકાણકારોનું વલણ આગામી વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સૂચકાંકો પર નિર્ભર રહેશે. આ સિવાય ફુગાવાનો દર, વ્યાજ દરમાં ઘટાડો અને ત્રીજા કવાર્ટરના પરિણામો રોકાણકારોના નિર્ણયોને પ્રભાવિત કરશે. આ સાથે બજારની વર્તમાન રિકવરીથી વિદેશી રોકાણકારોનો ભારતીય શેરબજારમાં વિશ્વાસ વધુ મજબૂત થતો જણાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech