ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા સંગીતાબા કુલદીપસિંહ જાડેજા નામના 21 વર્ષના ગરાસીયા મહિલાએ ગઈકાલે મંગળવારે બપોરના સમયે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર દુપટ્ટો બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ કુલદીપસિંહ નટુભા જાડેજા (ઉ.વ. 25) એ સલાયા મરીન પોલીસને જાણ કરતા આ અંગે સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મંજૂરી વગર દરિયામાં માછીમારી કરીને જાહેરનામાનો ભંગ કરતા સલાયાના સાત માછીમારો સામે ગુનો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના સાત માછીમારોએ હાલ ચોમાસાની ઋતુ હોય, દરિયામાં ન જવા અંગેના અમલમાં રહેલા જાહેરનામાનું ઉલ્લંઘન કરતા સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ અંગેની વિગત મુજબ સલાયામાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ફારૂક લતીફ સંઘાર, જાવીદ ફારુક સંઘાર, રફીક લતીફ સંઘાર, ઈમરાન કાસમ સુંભણીયા, મહેબૂબ લતીફ સંઘાર, આરીફ લતીફ સંઘાર અને મેરાબ ફારૂક સંઘાર નામના સાત માછીમારોએ હાલ ચોમાસાના દિવસોમાં દરિયામાં માછીમારી નહીં કરવા બાબતે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી અને આરોપીઓએ કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વગર પોતાની હોડીમાં માછીમારી કરવા દરિયામાં જતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલની ફરિયાદ પરથી જાહેરનામા ભંગની કલમ 188 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે ગુનો નોંધવામાં આવ્યો છે.
દ્વારકામાં બે સ્થળોએ જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા
દ્વારકામાં ગાયત્રી મંદિરની પાછળના ભાગે આવેલી બાવળની ઝાડીમાં બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા સંજય હરદાસભાઈ માતકા, ભરતસિંહ ધીરુભા જાડેજા અને કિશન વસંતલાલ મીન નામના ત્રણ શખ્સોને પોલીસે 11,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
અન્ય એક દરોડામાં પોલીસે ગત રાત્રે એક હોટલની પાછળની ગલીમાંથી ભાવેશ કારાભાઈ અસવાર અને ધીરજ ગોપાલભાઈ સરવૈયાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા રૂપિયા 1,220 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું
ખંભાળિયામાં જોધપુર ગેઈટ વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરીની સામે રહેતા સાગર સુરેશભાઈ નામના 25 વર્ષના શખ્સને એલ.સી.બી.પોલીસે રૂપિયા 7,200 ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી મળી કુલ 27 બોટલ તેમજ રૂપિયા 5,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 12,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે જામનગર ખાતે રહેતા અજય ગોસ્વામી નામના પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech