સૌથી વધુ ચંદ્રક મેળવવામાં અમેરિકા સતત ત્રીજી વખત મોખરે રહે તેવી નિષ્ણાતોની ભવિષ્યવાણી

  • July 24, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે તમામ દેશમાંથી લગભગ એથ્લિટ્સ ફ્રાંસ પહોંચી ચૂક્યા છે. ખેલપ્રેમિઓના મનમાં હવે એ સવાલ છે કે, આ વખતે ક્યો દેશ સર્વોચ્ચ પ્રદર્શન કરશે અને ક્યો દેશ ચંદ્રક મેળવવામાં મોખરે રહેશે. ગત બે ઓલિમ્પિક રમતમાં અમેરિકાનો દબદબો રહ્યો છે. નીલસન ગ્રેસનોટ સ્પોટ્ર્સના એક રિપોર્ટ અનુસાર, સૌથી વધુ ચંદ્રક મેળવવામાં અમેરિકા સતત ત્રીજી વખત મોખરે રહી સૌથી વધુ ચંદ્રક મેળવ્યા છે.
રિપોર્ટ અનુસાર, અમેરિકાનું ગત બે ઓલિમ્પિક ગેમ્સના મુકાબલે આ વખતે નબળું પ્રદર્શન રહેશે. તેમ છતાં ચંદ્રક મેળવવામાં મોખરે રહેશે. આ વખતે અમેરિકા કુલ 112 ચંદ્રક જીતશે જ્યારે ટોક્ટો 2020માં તેમણે 113 ચંદ્રક જીત્યા હતા. સુવર્ણ ચંદ્રકની સંખઅયા ટોક્યો ઓલિમ્પિક સમાન 39 જ રહી હતી. પરંતુ સિલ્વર મેડલની સંખ્યા ઘટી જશે. હાલ અમેરિકા સતત ત્રીજા વખત ચંદ્રક મેળવવામાં મોખરે રહેશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે.
અમેરિકાને ટક્કર આપતા ચીન સૌથી વધુ ચંદ્રક મેળવામાં સતત બીજી વખત બીજા સ્થાને રહેશે. રિપોર્ટ અનુસાર, પેરિસમાં ચીનના સુવર્ણ ઉપરાંત કુલ ચંદ્રકોની સંખ્યા પણ ઓછી થશે. ચીને ટોક્યો ઓલિમ્પિકમાં 38 સુવર્ણ સહિત 89 ચંદ્રક જીત્યા હતા. પરંતુ આ વખતે ચીન 34 સુવર્ણ સહિત કુલ 89 ચંદ્રક જીતે તેવી સંભાવના દશર્વિી છે. ભારતે ટોક્યો ઓલિમ્પિક 2020મા અત્યાર સુધીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી એક સુવર્ણ સહિત 7 ચંદ્રક મેળવ્યા હતા અને તેઓ 48માં સ્થાન પર રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, ભારત આવખતે પણ ટોપ 50માં રહેશે પરંતુ ટોપ 30માં સામેલ નહીં થઈ શકે. મેજબાન ફ્રાંસ ગત ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ, 12 સિલ્વર અને 11 બ્રોન્ઝની સાથે કુલ 33 મેડલ જીતીની આઠમાં સ્થાન પર રહ્યું હતું. પરંતુ આ વખતે 1948 લંડન ઓલિમ્પિક બાદ પ્રથમ વખત ચંદ્રક મેળવી ત્રીજું સ્થાન મેળવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application