એડવેન્ચર એક્ટિવિટીના લવર્સ માટે આ જગ્યા છે જવા જેવી,જોઈ લો ક્યા સ્થળનો થાય છે તેમાં સમાવેશ

  • May 11, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો એડવેન્ચર અને ટ્રેકિંગ ગમે છે, તો કેટલીક ખાસ જગ્યાઓ છે જેનો અનુભવ કરવો જ જોઈએ. આ સ્થળોની મુલાકાત લેવાથી જીવનની યાદગાર ક્ષણો મળશે. જેમ કે ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'માં બતાવેલ. પર્વતોમાં ટ્રેકિંગ કરવું ગમતું હોય કે દરિયામાં ડૂબકી મારવી પસંદ હોય  ભારતના દરેક ખૂણે તેવા વ્યક્તિ માટે કંઈક ખાસ છે.

 

લેહ-લદ્દાખ

બાઈક દ્વારા લેહ-લદ્દાખ જવું એ દરેક સાહસ પ્રેમીનું સપનું હોય છે. આ પ્રવાસ તમને પર્વતો અને ખીણોની સુંદરતામાંથી પસાર થવાની તક આપે છે. આ યાત્રામાં નવી ઉર્જા મળશે અને આ સુંદર યાદો હંમેશા સાથે રહેશે. આ સફર માત્ર તાજગી નહી પરંતુ જીવનભર માટે યાદગાર પળો પણ આપશે.


ઋષિકેશ

જો પાણીમાં મજા કરવી ગમે છે, તો ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ કરવાનું ભૂલશો નહીં. ગંગાના મજબૂત પ્રવાહમાં અહીં રાફ્ટિંગ ખૂબ જ રોમાંચક છે. આ ઉપરાંત, ઋષિકેશમાં 'જમ્પિન હાઇટ્સ' નામની જગ્યાએ બંજી જમ્પિંગ પણ કરી શકો છો, જે ભારતમાં સૌથી વધુ બંજી જમ્પિંગ છે. અહીંથી 83 મીટરની ઊંચાઈથી કૂદી શકો છો, જે ખૂબ જ રોમાંચક છે.


મનાલી

મનાલી પર્વતોમાં ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગ માટે ખૂબ જ સારી જગ્યા છે. અહીંની લીલીછમ ખીણો અને ખુલ્લું વાદળી આકાશ તાજગી અને નવી ઉર્જાથી ભરી દે છે. આ સ્થળ નવા અનુભવો અને સુંદર નજારો જોવા માટે ઉત્તમ છે.


બીર બિલિંગ

જો પેરાગ્લાઈડિંગ કરવું હોય તો બીર બિલિંગ પર જાઓ. અહીંથી હવામાં ઉડતી વખતે આખી ખીણ જોઈ શકો છો. નીચેનો નજારો એટલો સુંદર છે કે તેને ક્યારેય ભૂલી શકશો નહીં. અહીંનો નજારો જોઈને મન ખુશ થઈ જશે.

આંદામાન ટાપુઓ

જો સમુદ્રની નીચેની દુનિયા જોવાની ઈચ્છા હોય તો આંદામાન જઈને સ્કુબા ડાઈવિંગ કરવું સારું રહેશે. આંદામાનનું સ્વચ્છ પાણી અને ત્યાંની રંગબેરંગી માછલીઓ ખૂબ જ સુંદર છે. જ્યારે પાણીની અંદર જશો તો ત્યાંની સુંદરતા જોઈને એવું લાગશે કે કોઈ બીજી દુનિયામાં છો. અહીં દરિયામાં ડૂબકી મારતી વખતે અનેક પ્રકારના દરિયાઈ જીવો જોઈ શકો છો, જેનો ખૂબ આનંદ થશે. આ અનુભવ માત્ર રોમાંચક જ નહીં પણ યાદગાર પણ હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News