અખાદ્ય પદાર્થનો નાશ કરાયોઃ ક્લોરીનેશન કરાવવા, ખાદ્ય પદાર્થને ઢાંકીને રાખવા, હાઇજેનીક કંડીશન મેઇન્ટેન કરવા સૂચના આપી
જામનગર મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન તળે ફૂડ સેફટી ઓફિસરશ્રી દ્વારા શહેરમાં આવેલા ધરારનગર-2 માં ખાણીપીણીના સ્ટોલ્સ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાંથી તાજેતરમાં કોલેરા પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. તેથી એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા ધરારનગર-2 વિસ્તારમાં ખાણીપીણીની વિવિધ આઈટમ્સ જેવી કે ગોલા, ગુલ્ફી, શરબત, ઘૂઘરા, ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં રૂબરૂ જઈને એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા ઈન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન સ્થળ પર ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સ્ટોલની આસપાસ સાફ-સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવી, ફરજીયાત અને નિયમિત રીતે પાણીમાં કલોરીનેશન કરાવવા અને વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. કુલ 250 ક્લોરીન ટેબ્લેટનું સ્થળ પર જ વિતરણ કરી સ્થળ પર વોટર ક્લોરીનેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં શિવાલય ફરસાણ, દાતારી સમોસા, કે.જી.એન.ટી સેન્ટર, તાજ હોટલ, નિગાહે કરમ આમલેટ, શાહીદી હોટલ, અરહાન રેસ્ટોરન્ટ, ઈન્ડિયા પાણીપૂરી વગેરે સ્થળોએ વેપારીઓને પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા માટે, સાફ-સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવા અંગે સૂચના અપાઈ હતી.
આ ઉપરાંત શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલા ફાસ્ટફૂડ સેન્ટર, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ રૂબરૂ ઈન્સપેક્શન દરમિયાન સાફ-સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવી, સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતા કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરાવવા, ફૂડ પેકીંગ માટે પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સુચના આપવામાં આવી હતી.
જેમાં નીલકંઠ પાણીપુરીમાં 20 લીટર પાણી, 2 કિલો બટેટાનો માવો, આશાપુરા ફાસ્ટફૂડમાં 18 લીટર પાણી, 1 કિલો બટેટાનો માવો, વિજયભાઈ વડાપાઉંમાં 2 લીટર સોસનો જથ્થો ઝડપાયો હતો. તેમજ આશાપુરા ડીશ ગોલામાં અને જય અંબાજી સોડામાં સાફ-સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવા અંગે, આશાપુરા ફાસ્ટફૂડમાં 50 લીટર પાણી, 20 કિલો બટેટાનો માવો, નીલેશભાઇ (JR ફ્લેવર પાણીપુરી) 25 લીટર પાણી, 2 કિલો બટેટાનો માવો, એ-વન પાણીપુરીમાં 30 લીટર પાણી, 10 કિલો બટેટાનો અખાદ્ય જથ્થા અને માવાનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારશ્રીની સુચના મુજબ સમગ્ર રાજ્યમાં અલગ અલગ માધ્યમથી મળેલ ફૂડ વેસ્ટ અને ભોજનમાં જીવાત મળવા અંગેની ફરિયાદના અનુસંધાને રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીના ફોસકોસ એપ્લીકેશનમાં હોટલ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાઓએ એફ.એસ.ઓ. દ્વારા રૂબરૂ ઈન્સ્પેકશન કરીને પેસ્ટ કંટ્રોલ સર્ટીફિકેટ, મેડીકલ સર્ટીફિકેટ વગેરે અપલોડ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ હોટલ અને રેસ્ટોરન્ટના ઈન્સ્પેકશન રીપોર્ટ એપ્લિકેશન પર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં વેજ પેલેટ રેસ્ટોરન્ટમાં હાઇકોર્ટના હુકમ અન્વયે પેઢીનું નામ ગુજરાતીમાં લખવું, જે તેલનો ઉપયોગ કરતા હોય તે બોર્ડમાં દર્શાવવું, પીવાના પાણીમાં કલોરીનેશન કરાવવું, પ્રસાદમ રેસ્ટોરન્ટ, કલ્પના હોટલ, રાજભોગ રેસ્ટોરન્ટ (હોટલ કલાતીત), વિષ્ણુ હલવા હાઉસ, જય ભવાની સ્વીટ & નમકીન, મદ્રાસ હોટલ, હોટલ સેલિબ્રેશન, હોટલ સયાજી, જેઠાલાલ રેસ્ટોરન્ટ, આતિથ્ય રેસ્ટોરન્ટ, આરામ રીફ્રેશમેન્ટ, શ્રી લક્ષ્મી હોટલ & નાસ્તા ભુવન, ભાગ્યોદય રાજપુતાના લોજ, ઝમઝમ રેસ્ટોરન્ટ, બ્રાહ્મણીયા લોજ, કાફે પેરેડાઈઝ, યમ્મીસ ફૂડ, ન્યુ સુરેશ પરોઠા હાઉસ, કૈલાષ ફરસાણ, શિવ શક્તિ નાસ્તા ભુવન, શ્રી જુલેલાલ સ્વીટ માર્ટ, આશનદાસ સ્વીટ માર્ટ અને વગેરે સ્થળોએ 5 કી.ગ્રા. તેલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગોર ફરસાણ માર્ટ, ઉમિયા ભજીયા હાઉસ, મયુરી ભજીયા, પરેશ ફરસાણ ખાતે અનહાઈજેનિક બેસન લાડુ, મોતીચૂર લાડુ મળી આવતા સ્થળ પર જ અખાદ્ય 20 KG જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. દિગ્વિજય પ્લોટમાં આવેલ સસ્પેક્ટેડ કોલેરા કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા દિગ્વિજય પ્લોટ- 62 શેરી નંબરમાં ખાણીપીણીની પ્રોડક્ટસ જેવી કે લુઝ ડ્રીન્કીંગ વોટર, ચાની લારી, ફાસ્ટફૂડ, ગોલા, ગુલ્ફી, શરબત, ઘૂઘરા, ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઈન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન ટેબલેટ મંગાવીને પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવી, ફરજીયાત અને નિયમિત રીતે પાણીમાં કલોરીનેશન કરાવવા અંગે સૂચના આપવામાં આવી હતી અને કુલ 150 ટેબ્લેટનું વિતરણ કરીને સ્થળ પર જ વોટર ક્લોરીનેશન કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં જય શ્રી રામ દાલવાડીમાં પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવા અને 3 કી.ગ્રા. ચટણીનો સ્થળ પર જ નાશ કરાવ્યો છે. મારાજ ઘુઘરાવાળા, આશા બેકર્સ, દિયા લુઝ ડ્રીન્કીંગ વોટર, અમદાવાદી પકવાન, સોનાલી ફરસાણ, ન્યુ અમદાવાદી પકવાન, રાજુભાઈ પકવાનવાળા, કિરીટ હોટલ, રજવાડી ચા, રાજ નાસ્તા હાઉસ, બજરંગ ઘૂઘરા, મુરલીધર ચા, નાગરાજ કુલ પોઈન્ટ, હરભોલે ભેલ, ઈમ્પીરીયલ હોટલ, ચૈતન્ય ખમણ વગેરે સ્થળોએ પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં આવેલ તમામ લુઝ ડ્રીન્કીંગ વોટરનું વેચાણ કરતા વેપારીઓને રૂબરૂ કચેરીએ બોલાવીને તેમની સાથે ખાસ સમીક્ષા બેઠકનું મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સર્વેને પાણીમાં સુપર કલોરીનેશન જાળવવા, બોરના પાણીનું બેક્ટોરીયલ ટેસ્ટ જલ ભવન ડીસ્ટ્રીક્ટ લેબોરેટરીમાં તપાસ કરાવવું અને ખાલી જાર અને બોટલને કલોરીનેટેડ વોટરથી સફાઈ કરાવવા અંગે જણાવવામાં આવ્યું હતું. તેમ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech