માતાના અવસાનના પગલે પુત્રીની પણ અનંતની વાટ: ખંભાળિયાનો કરુણ બનાવ

  • May 15, 2021 10:49 AM 

જાણીતા ગૌસેવક રમેશભાઈના પત્ની બાદ પુત્રીનું પણ અવસાન

ખંભાળિયાના જાણીતા સેવાભાવી યુવાન અને ચુસ્ત ગૌભક્ત રમેશભાઈ દાવડાના ધર્મપત્ની બાદ ટૂંકા સમય ગાળામાં તેમના પુત્રીના પણ ગઈકાલે થયેલા અવસાને ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

ખંભાળિયાના રહીશ અને ગૌસેવા માટે પોતાની જિંદગી સમર્પિત કરી ચૂકેલા રમેશભાઈ હરિદાસભાઈ દાવડા (ભોગાતવારા)ના ધર્મપત્ની પુષ્પાબેન (ઉ.વ. 55) ગત તારીખ 4 ના રોજ બીમારી સબબ અવસાન પામ્યા હતા. આ પરિવાર પર આવી પડેલી આ આફતનું દુઃખ ઓછું થયું ન હતું, ત્યાં ગઇકાલે શુક્રવારે રમેશભાઈ દાવડાની 21 વર્ષિય અપરિણીત પુત્રી વૈશાલીબેને પણ અંતિમ શ્વાસ ખેંચતા હતા.

માત્ર દસેક દિવસના ટૂંકા સમયગાળામાં અહીંના રઘુવંશી સેવાભાવી પરિવારના માતા-પુત્રીના એક સાથે થયેલા અવસાનના આ બનાવે શહેરભરમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)