ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ બપોર સુધી વિરામ લીધો હતો.હતી. મહત્તમ તાપમાન ઘટીને ૩૪.૬ ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી હતી.ભાવનગર જિલ્લામાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે ગુરૂવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ મેઘરાજાએ બપોર સુધી વિરામ લીધો હતો. ભાવનગર શહેરમાં આજે સવારથી તડકા છાંયાનું વાતાવરણ રહયું છે. તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ એનડીઆરએફની ટીમને સજ્જ રાખી છે અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા તૈયારી કરી રાખી છે.ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.સામાન્ય વરસાદ થયો હોવાથી હજી ઠંડક થતી નથી.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં વરસાદના અભાવે મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી વધીને ૩૪.૬ ડિગ્રી રહયું હતું.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે પરંતુ મન મુકીને વરસતા નથી.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે.
શહેરનું મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી વધીને ૩૪.૬ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૦.૧ ડિગ્રી વધીને ૨૬.૬ ડિગ્રી નોંધાયુ હતુ.આજે શુક્રવારે સવારે ભેજ ૮૨ ટકા રહયો હતો.આથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી.રહી હતી.
શ્રાવણ માસના પ્રારંભે ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના મેળા મા ફરવાની સાથોસાથ તેના ઇતિહાસને જાણવો પણ જરૂરી
April 03, 2025 12:47 PMદૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓનો આંક બે વર્ષમાં ૫૫૨થી ઉછળીને ૭,૧૦૯ થયો
April 03, 2025 12:47 PMજાવર ગમે યુવાનને મરવા મજબૂર કરનારા બે ઈસમો સામે કડક પગલાં ભરવા પોલીસને થઈ રજૂઆત
April 03, 2025 12:46 PMસેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે ખુલ્યો પણ રીકવરી મોડ ON
April 03, 2025 12:35 PMહું બોલ્ડ સીન નહીં કરું,: અભિનેત્રીએ રાજ કપૂરને રોકડું પરખાવી દીધું
April 03, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech