કપડા પર પડેલા ડાઘને દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

  • May 31, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કપડાં પર ડાઘ પડી જાય એ એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત કેટલાક ડાઘ સરળતાથી નીકળી જાય છે તો ક્યારેક કોઈ ડાઘ નીકળતા જ નથી. કપડા ધોવા અને સારા કપડા ધોવામાં ફરક છે. કેટલીકવાર કપડાંને ગમે તેટલીવાર ઘસશો તો પણ તેના પર પડી ગયેલા ડાઘ દૂર કરી શકાતા નથી. ખાસ કરીને જો નાના બાળકો હોય, તો આ સમસ્યા લગભગ દરરોજની થઇ જય છે. ક્યરેક તો એવું બને છે કે નવા કપડામાં ડાઘ પડી જાય છે તો તે બીજીવાર ફેરી પણ નથી શકાતા.


આ રીતથી ડાઘ દૂર કરી શકાય છે :


  • લીંબુનો રસ, સરકો, સાબુ અને પાણી સાથે ખાવાનો સોડા મિક્સ કરો. તેને સારી રીતે હલાવો, તેને મિક્સ કરો અને કપડાં પરના ડાઘા પર સ્પ્રે કરો. પછી તેને બ્રશથી ઘસો. સામાન્ય પાણીથી ધોઈ લો. ડાઘ સરળતાથી ગાયબ થઈ જશે.

  • શાહીના ડાઘ દૂર કરવા માટે દૂધમાં વિનેગર ઉમેરીને સાફ કરો.

  • પરસેવાના ડાઘ દૂર કરવા માટે અડધા લીંબુને ડીટરજન્ટ સાથે ડાઘ પર ઘસો.

  • લોહીના ડાઘ દૂર કરવા માટે 3% હાઇડ્રોજન પેરોક્સાઇડમાં કાપડ પલાળી રાખો. બ્રશ વડે લોહીના ડાઘને ઘસો. પછી સામાન્ય લોન્ડ્રીમાં મૂકો. ઝડપથી ડાઘ દૂર કરવા માટે, માત્ર હૂંફાળા પાણીથી લોહીના ડાઘ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. જો હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપલબ્ધ ન હોય તો, સોડા અથવા કોલા જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકાય છે અથવા સાદા મીઠાને ઘસવાથી પણ લોહીના ડાઘ દૂર થઈ શકે છે.

  • શર્ટના કોલરને સાફ કરવા માટે શેમ્પૂમાં કાપડને પલાળી રાખો. કેટલાક લોકો માને છે કે તેલના ડાઘ માટે શેમ્પૂ વધુ અસરકારક છે. ઓશીકા પર તેલના ડાઘ હોય તો આ રીત અપનાવીને આ ડાઘ દૂર કરી શકાય છે.

  • તેલના ડાઘ પર કોર્નફ્લોર ભભરાવો, જેનાથી તેલ સંપૂર્ણ રીતે શોષાઈ જશે. પછી ડિટર્જન્ટથી કપડાને ધોઈ નાખો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News