વરસાદની મોસમમાં ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. કેટલાક લોકોને આ ઋતુ ખૂબ જ ગમે છે પરંતુ વરસાદ હંમેશા પોતાની સાથે કેટલીક સમસ્યાઓ લઈને આવે છે. વધુ પડતા વરસાદને કારણે બહારથી નાના-મોટા જીવજંતુઓ ઘરમાં પ્રવેશવા લાગે છે.
મોટાભાગના જંતુઓ પાઈપો દ્વારા અંદર આવે છે. ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેમના બાથરૂમમાં વરસાદી કીડા આવવા લાગે છે. જો બાથરૂમમાં દરરોજ વરસાદી જંતુઓ આવવા લાગ્યા છે, તો આ ટિપ્સ ફોલો કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તેના માટે ફોલો કરો આ ટિપ્સ :
બાથરૂમ લિકેજને ઠીક કરો
જો તમારા બાથરૂમમાં કોઈ લીકેજ છે, તો વરસાદની મોસમ પહેલા તેને રિપેર કરાવી લો. આ સિવાય તમારા બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો જોઈએ. જો બાથરૂમમાં અથવા બાથરૂમની નજીક નાનું ડસ્ટબિન રાખ્યું હોય તો તેને ત્યાંથી કાઢીને બહારની જગ્યામાં રાખો અથવા દરરોજ યોગ્ય રીતે ડસ્ટબિન સાફ કરો.
લીમડાના પાનથી કુદરતી ઉપચાર કરો
આ સિવાય જો બાથરૂમમાં કોઈ બારી હોય તો તેની જાળીને સારી રીતે સાફ કરો અને વરસાદની મોસમમાં બારીઓ બંધ રાખવાનો પ્રયાસ કરો. આ સિવાય કેટલાક કુદરતી ઉપાયો પણ લઈ શકો છો. ઉદાહરણ તરીકે, લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને આ પાણીથી બાથરૂમમાં સ્પ્રે કરો.
લવંડર ફૂલોનો ઉપયોગ કરો
બાથરૂમ પાસે લવંડરનાં ફૂલ પણ રાખી શકો છો. જો આ ઉપાયો કર્યા પછી પણ બાથરૂમમાંથી જંતુઓ દૂર ન થઈ રહ્યા હોય તો તમે બજારમાંથી જંતુનાશક ખરીદી શકો છો અને તેના પર લખેલી માહિતી વાંચીને તેનો ઉપયોગ કરી શકો છો.
ખાવાનો સોડા વાપરો
બેકિંગ સોડા બાથરૂમમાંથી જંતુઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે એક બે મગ પાણી લેવું પડશે. તેમાં એક ચમચી ખાવાનો સોડા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો પછી તેને બાથરૂમના ફ્લોર અને દિવાલો પર છાંટો. આવું કરવાથી જંતુઓ બાથરૂમમાં નથી આવતા.
વિનેગરનો ઉપયોગ
વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તે જંતુઓને બાથરૂમમાં આવતા અટકાવે છે. આ તમામ સરળ ઉપાયોને અનુસરીને બાથરૂમમાં આવતા જંતુઓથી છુટકારો મેળવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech