આપણા દેશમાં એક પછી એક તહેવાર આવતા રહે છે. રક્ષાબંધન, જન્માષ્ટમી પછી અત્યારે ગણેશ મહોત્સવ ચાલુ છે અને ત્યારબાદ તહેવારોની હારમાળા શરૂ થશે. તહેવાર એટલે મિત્રો અને પરિવાર સાથે ખુશીની ઉજવણી કરવી. તહેવારો દરમિયાન દરેક ઘરમાં સ્વાદિષ્ટ વાનગીઓથી અને મીઠાઈઓ બનાવવામાં આવે છે. જેને જોયા પછી કોઈ પણ વ્યક્તિ એ ખાવા માટે મનને રોકી શકતું નથી. કેટલાક લોકો ગમે તેટલો પ્રયત્ન કરે છતાં સ્વાદિષ્ટ વાનગીઓ ખાધા વિના રહી શકતા નથી.
કેટલાક લોકો પોતાના મનની વાત સાંભળીને વધુ ખાય છે અને પછી તેના પાચનતંત્ર પર અસર કરે છે. તહેવારો દરમિયાન અતિશય આહાર લેવાનું ટાળવું જોઈએ. કારણકે વધુ પડતું ખાવાથી ઘણીવાર અપચો, એસિડ રિફ્લક્સ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે વજન પણ વધી શકે છે. તેથી અતિશય આહાર લેવાનું ટાળવા માટે આ ટિપ્સ અપનાવી શકો છો અને તંદુરસ્ત અને ખુશ તહેવારનો આનંદ લઈ શકો છો.
ખાલી પેટે બહાર ન જાવ
ઘરેથી બહાર નીકળતા પહેલા થોડુ હેલ્ધી ફૂડ અથવા હેલ્ધી સ્નેક્સ લો. જેથી પેટ ભરેલું રહે. જ્યારે આ રીતે બહાર જાઓ છો ત્યારે મનને ભોજન માટે ના કહેવા માટે મનાવી શકો છો. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ મહત્વપૂર્ણ ટિપ છે.
ઘરે બનાવેલું ભોજન
લોકડાઉન દરમિયાન દરેક વ્યક્તિએ ઘરે રહીને વિવિધ વાનગીઓ બનાવી અને ખાધી છે. તેથી મીઠાઈઓ અથવા અન્ય કોઈપણ વસ્તુ ખરીદવાને બદલે તેને ઘરે બનાવીને ખાઈ શકો છો. જેથી તેમાં વપરાતા ઘટકો અને તેની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે અને ઈચ્છા મુજબ ભોજન બનાવી શકો છો.
ના કહેતા શરમાશો નહીં
જ્યારે પણ આપણે કોઈના ઘરે જઈએ છીએ ત્યારે કેટલાક લોકો આપણને જમવા માટે આગ્રહ કરે છે પરંતુ જો ખાવાનું મન ન થતું હોય અથવા તે ખોરાક સ્વાસ્થ્ય માટે સારું નથી તો તેને ખાવાનું ટાળો અને સામેની વ્યક્તિને ના પાડતા શીખો. કારણકે સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
ધીમે ધીમે ખાઓ
માઈન્ડફુલ ઈટિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્લેટમાં વધુ પડતું ન લેવા માટે ધીમે ધીમે ખાઓ. દરેક બાઇટનો આનંદ લો અને તેને સારી રીતે ચાવો. આમ કરવાથી પેટ ભરાઈ જશે અને વધુ ખાવાનો અવકાશ નહીં રહે.
પ્રોટીનયુક્ત નાસ્તો લો
લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે તે માટે બદામ અથવા ગ્રીક દહીં જેવા પ્રોટીનયુક્ત નાસ્તાને પ્રાધાન્ય આપો. જે પછીથી વધુ પડતું ખાવાની ઇચ્છાને ઘટાડે છે.
કસરત કરવાનું ભૂલશો નહીં
વધારાની કેલરી બર્ન કરવા માટે દિવસમાં થોડો સમય કાઢો. હળવી કસરત પણ મહત્વપૂર્ણ છે અને તેને છોડવી જોઈએ નહીં. ત્રીસ મિનિટની કસરત પણ ઘણી મદદ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech