દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના લોકગાયિકા મિતલબેન રબારીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

  • May 28, 2021 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ અન્વયે રાજ્ય સરકાર દ્વારા 18 થી 45 વર્ષના તમામ લોકો માટે નિઃશૂલ્ક કોવિડ વેક્સિન અભિયાન અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર હોસ્પિટલ અથવા સરકાર દ્વારા આયોજિત અન્ય કોઈ પણ રસીકરણ કેમ્પ જેવા સરકારી રસીકરણ કેન્દ્રો પરથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 23 વર્ષીય લોકગાયિકા મિતલબેન રબારીએ આ રસીકરણમાં પ્રથમ ડોઝ લીધો હતો. વધુમાં મિતલબેને વિના મૂલ્યે આપવામાં આવતા રસીકરણ અન્વયે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા આ રસી સુરક્ષિત છે અને રસીકરણએ આપણા અને આપણા પરિવારના આરોગ્ય માટે જરૂરી છે. તેમ જણાવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને રસીકરણ કરાવી આ લડતમાં રાજ્ય સરકારને સહકાર આપવા અને રસી અવશ્ય મુકાવવા માટે અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS