આજે સતત બીજા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી ધુમ્મસ જોવા મળી હતી. રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૯૬% હતું અને ભુજમાં ૯૧ ટકા સુરતમાં ૯૦ ટકા ભેજ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ભેજનું પ્રમાણ રાજકોટમાં રહ્યું હતું અને તેના કારણે ધુમ્મસની તીવ્રતા પણ રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં વધુ રહી હતી રસ્તાઓ અને વાહનો ભીના થઈ ગયા હતા. જૂનાગઢમાં આજે સવારે ૮૬% ભેજ નોંધાયો છે ગિરનાર પર્વત ધુમ્મસમાં ઢંકાઈ ગયો હતો અને ૬.૮ ડિગ્રી ઠંડી રહેવા પામી હતી. જૂનાગઢમાં લઘુતમ તાપમાન ૧૧.૮ અને ભવનાથ તળેટીમાં ૯.૮ ડિગ્રી નોંધાયું છે. ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાન નો પારો એકાદ ડિગ્રી જેટલો ઐંચકાયો છે પરંતુ આમ છતાં ઠંડીની તીવ્રતા ભેજવાળા વાતાવરણને કારણે જળવાઈ રહી છે. આજે નલિયામાં ૧૦.૮ રાજકોટમાં ૧૩ ભુજમાં ૧૫ કંડલામાં ૧૫.૯ ભાવનગરમાં ૧૪.૫ દ્રારકામાં ૧૭.૪ ઓખામાં ૧૯.૫ પોરબંદરમાં ૧૬ વેરાવળમાં ૧૭.૨ અને અમરેલીમાં ૧૧.૬ ડિગ્રી આજનું લઘુતમ તાપમાન નોંધાયું છે રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૧૧.૮ ડીસામાં ૧૧.૨ અને સુરતમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દરિયાઈ પટ્ટી પર સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત સઘન ચેકિંગ
November 23, 2024 11:13 AMજામનગર: મોરકંડા નજીક રોંગ સાઈડમાં આવેલી મારુતિ કારે ઓટો રિક્ષાને અડફેટે લીધી
November 23, 2024 11:11 AMયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMદ્વારકા જિલ્લામાં તા. 14 ડિસેમ્બરના રોજ લોક અદાલત
November 23, 2024 11:00 AMટ્રમ્પની જીત ઈલોન મસ્કને ફળી નેટવર્થમાં ૭૦ બિલિયનનો જમ્
November 23, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech