ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને ભેજનું પ્રમાણ વધી જવા પામ્યું હતું. આજે સવારે રાજકોટ ભુજ પોરબંદર સહિત રાયના અનેક શહેરોમાં ધુમ્મસ છવાયું હતું. રાજકોટમાં ૮૯ ભુજમાં ૯૦ પોરબંદરમાં ૯૪ દ્રારકા અને ગાંધીનગરમાં ૮૧ કંડલામાં ૮૨ ઓખામાં ૮૪ વેરાવળમાં ૮૯ અને સુરતમાં ૭૩% ભેજ આજે સવારે નોંધાયો હતો.
ભેજવાળા વાતાવરણ ની સાથો સાથ આજે ધાબડીયુ વાતાવરણ રહ્યું હતું અને તેના કારણે સૂર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. મહત્તમ તાપમાનનો પારો રાયભરમાં ૩૦ ડિગ્રીને પાર કરી ગયો છે. સૌથી વધુ તાપમાન સુરતમાં ૩૪.૨ ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરા ભુજ રાજકોટ દીવ સુરેન્દ્રનગર મહત્પવા સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન નો પારો ૩૩ ડિગ્રીને પાર કરી ગયો છે.
આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો તેમાં સામાન્યથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થયો છે. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી હતું તે આજે ૧૨ ડીગ્રી થઈ ગયું છે, ભુજમાં સામાન્ય ફેરફાર સાથે આજે ૧૬.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં અડધો ડિગ્રી ના વધારા સાથે આજે ૧૭.૬ દ્રારકામાં ત્રણ ડિગ્રીના વધારા સાથે આજે ૨૦.૪ ઓખામાં એકાદ ડિગ્રીના વધારા સાથે આજે ૨૦.૬ પોરબંદરમાં ત્રણ ડિગ્રીના વધારા સાથે આજે ૧૫.૫ રાજકોટમાં એકાદ ડિગ્રીના વધારા સાથે આજે ૧૫.૮ અને વેરાવળમાં સામાન્ય ઘટાડા સાથે આજે ૧૮.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજસ્થાનની સાઉથ ઇસ્ટ દિશામાં એક પ્રભાવશાળી સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે અને તેની અસરના કારણે સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થયો છે. જોકે આ સિસ્ટમની અસરના કારણે માવઠાની શકયતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech