BREAKING NEWS

જામનગર : સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાય ઓવર તૈયાર

  • October 06, 2025 10:11 AM 

રૂ.રર૬ કરોડ ના ખર્ચે બનેલો ૧૩૯ પીલર્સ પર ઉભો ૩.૫ કિ.મી.નો ફોર ટ્રેક બ્રીજ શહેરના નકશામાં ઉમેરાશે નવું ગૌરવ

બ્રીજની નીચે બનાવાશે ફૂડ ઝોન, ગેમઝોન અને પેઈડ પાર્કિંગ 



જામનગરમાં ઓગસ્ટ ૨૦૨૧થી નિર્માણાધિન એવા સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ૩.૫ કીલોમીટર ની લંબાઈનો ફ્લાય ઓવર રૂા.૨૨૬ કરોડ ના ખર્ચે સંપુર્ણ તૈયાર થઇ ગયો છે. હાલ બ્રીજની નીચેના ગાળામાં પાર્કિંગ રચવાની, સર્વીસ રોડની કામગીરી તેમજ બ્રીજની ઉપર રિફ્લેક્ટર્સ લગાવવાની, પીળા-કાળા-સફેદ પટ્ટા મારવાની કામીગીરી પુર્ણતાને આરે છે. બ્રીજ ઉપરની લાઇટો પણ લગાવાહી છે સૂત્રો થી મળતી માહિતી મુજબ આ બ્રીજના લોકાર્પણનું લોકાર્પણ તા.૧૫.૧૦.૨૦૨૫ના રોજ થઇ શકે તેવી તંત્રની તૈયારી છે.



જામનગર શહેરના સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાય ઓવર બનાવવા રાજ્ય સરકાર દ્વારા  રૂ.૧૯૭ કરોડની ગ્રાન્ટ ફાળવણી કર્યા બાદ બાદ શરૂ થયેલું કામ હવે ૧૦૦ ટકા પુરૂ થયું છે.

​​​​​​​


૩૪૫૦ મીટર લંબાઈનો બ્રીજને ૧૩૯ પીલર્સ ઉપર ઉભો કરાયો છે. આ ફ્લાય ઓવર બ્રીજને ઈન્દીરા માર્ગ ઉપર સાત રસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે. ખંભાળીયા રોડ ઉપર પણ ઓશવાળ સેન્ટરના બીજા મેઈન દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક રેમ્પ અપાયા છે.



આ ઉપરાંત સુભાષ બ્રીજથી આવતા વાહનોને ચડવા માટે તેમજ સાત રસ્તા સર્કલમાં જાડાના બિલ્ડીંગ પાસે પણ એક રેમ્પ (ઢાળીયો) આપવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય બ્રીજ ૧૫ મીટરનો એટલે કે, ફોર ટ્રેક છે.



 હવે બ્રીજની હેઠળના કામો ચાલુ છે. આ ઓવર બ્રીજ નીચેની જુદી જગ્યાઓમાં પેઈડ પાર્કિંગ, ફુડ ઝોન અને ગેમઝોન તથા નાગરિકોને જામનગર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મળી રહે તે માટે સીવીક સેન્ટર ઉભું કરવામાં આવશે. આમ તંત્ર બ્રીજની નીચેના બે પીલરો વચ્ચેના ગાળાનો કોમર્શિયલ અને સેવાના હેતુસરનો ઉપયોગ કરશે તેમ જાણવા મળ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News