ગિરનાર પર્વત સિવાય રાયભરમાં ફૂલ ગુલાબી ઠંડી અને હળવું ધુમ્મસ

  • January 17, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયભરના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સામાન્યથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો છે અને તેના કારણે ફુલ ગુલાબી ઠંડી રહી છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ધુમ્મસ જોવા મળે છે. આજે રાજકોટ, સુરત, ભુજ અને પોરબંદરમાં આ પ્રકારે ધુમ્મસ જોવા મળી હતી. ધુમ્મસ ની સૌથી વધુ તીવ્રતા ભુજમાં રહી હતી. ભુજમાં ભેજનું પ્રમાણ ૯૪% પોરબંદર ૯૧ સુરત ૯૦ અને રાજકોટમાં ૮૯ ટકા રહ્યું છે.

ગિરનાર પર્વત ઉપર ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું છે અને તેના કારણે સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. લઘુતમ તાપમાન માત્ર ૭.૬ ડિગ્રી રહેવા પામ્યું છે. જૂનાગઢમાં ૧૨.૬ અને ભવનાથ તળેટીમાં ૧૦.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

રાજકોટમાં આજે લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલ કરતા બે ડિગ્રી જેટલું વધુ છે. નલિયામાં પણ બે ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૨.૮ ડિગ્રી રહ્યું છે. ભુજમાં ગઈકાલે ૧૫ અને આજે ૧૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્રારકામાં એક ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી રહ્યું છે. ઓખા અને પોરબંદરમાં લઘુતમ તાપમાન નીચે ઉતયુ છે. પોરબંદરમાં ગઈકાલે ૧૬ અને આજે ૧૩.૯, ઓખા મા ગઈ કાલે ૧૯.૫ અને આજે ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળના તાપમાનમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી.
રાયના અન્ય વિસ્તારના તાપમાનની વાત કરીએ તો ડીસામાં ૧૧.૫ અમદાવાદમાં ૧૩ વડોદરામાં ૧૨.૪ અને કંડલામાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News