BREAKING NEWS

ભૂમાફિયાઓને પ્લોટ અને મકાન ખરીદી પૈસા નહીં આપતા ફલોરમિલ સંચાલકનો આપઘાત

  • June 24, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના આધેડે તોરણીયા ગામે ગળાફાંસો ખાઈ લીધો: ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળતા આપઘાતનું કારણ સામે આવ્યું: પોલીસે જૂનાગઢના બે શખસો વિરુદ્ધ ગુનો નોંધ્ય


ધોરાજીના લોરમીલ સંચાલકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જૂનાગઢના બે શખસોએ પ્લોટ અને મકાન વેચાણથી મેળવી .૩૦.૫૦ લાખની રકમ નહીં આપી મિલ્કત પડાવી લીધી હતી. જેથી આધેડે આ પગલું ભરી લીધાનું તેમના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટ પરથી માલુમ પડયું હતું. જે અંગે ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
ધોરાજીના ચલુવાડીમાં સ્વાતિ ચોક નજીક રહેતા જયશ્રીબેન સચીનભાઈ ભદ્રેસરા(ઉ.વ.૪૦) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના પ્રવીણ મસાલિયા અને હર્ષદ મસાલિયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમા બે દીકરીઓ તથા એક દીકરો છે. પતિ સચીનભાઇ તોરણીયા ગામે જુના મકાનમા ઘઉં દળવાની ઘંટી ચલાવતા હતા.
પરિણીતાએ જણાવ્યું હતું કે, પતિ સચિનભાઈ ભદ્રેસરા(ઉવ ૪૪) ગઈકાલે સવારના આશરે નવ વાગ્યે ઘરેથી તોરણીયા ગયેલા હતા. સાંજના છ વાગ્યે જેઠ દીપકભાઈ અને દિયર અશોકભાઇ મારા પતિ સચીનની લાશને ધોરાજી સરકારી હોસ્પીટલ લઇને આવેલ અને કહેલ કે, સચિને તોરણીયા ગામે જુના મકાનમા ગળેફાંસો ખાઇ લિધેલ છે. તબીબે તપાસી મારા પતિને મૃત જાહેર કરી દીધા હતા.
બાદ પોલીસે મૃતકના પેન્ટના ખિસ્સા તપાસતા એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, 'હત્પં સચિનભાઇ વિનોદભાઈ ભદ્રેસરા, મારી સાથે છેતરપિંડી થઇ છે. મારો જુનાગઢ ખાતે ખામધ્રોલ રોડ સાંઇબાબા મંદીર પાસે આવેલ પ્લોટ મે પ્રવીણભાઇ મસાલીયાને આપેલ છે, તેના . ૨૧ લાખ મારે લેવાના હતા પણ ૨૦૧૧ થી આજ સુધી આપેલ નથી. મા સ્વસ્તીકનગરમા આવેલ મકાન મે હર્ષદભાઈને વેચાણથી આપેલ છે તેના . ૯.૫૦ લાખ મને મળેલ નથી, તે મકાન મે ૨૦૨૦ માં આપેલ છે, તેના મને ચેક આપેલ છે પણ મારી સાથે છેતરપીંડી કરેલ છે. મને ધમકી આપે છે કે, જો મે કોઈને વાત કરી તો તમને પીયા નહી આપવામા આવે. પંદર વર્ષથી મને શાંતીની રોટલો ખાવા નથી દિધો અને અવાર નવાર ધમકી આપે છે. પ્રવીણ મસાલીયા અને હર્ષદ મસાલીયા બન્ને ફ્રોડ કરે છે. આ લોકોથી કંટાળીને હત્પ મા જીવન ટુંકાવુ છુ, આ લોકોએ બીજા ઘણા બધા લોકો સાથે પણ આવા કામ કરેલ છે, મને સાચો ન્યાય મળે એ જ વિશ્વાસે, મારા ઘરના લોકો મારી સાથે સારી રીતે રહેતા હતા, એમનો કોઇ વાક નથી, મારાથી કોઇ ભુલ થઇ હોય તો મને માફ કરજો, આ લોકોએ ૧૫ વર્ષ મને હેરાન કરેલ છે, માટે કંટાળીને આ પગલુ ભ છુ..' તેમ લખેલું હતું. કાગળના હાંસીયામા લખેલ હતું કે  આ લોકોને તેની સજા મળવી જોઈએ.
સ્યુસાઇડ નોટમાં મૃતકે લખેલી વિગતોના આધારે મૃતકનો પ્લોટ અને મકાન પડાવી . ૩૦.૫૦ લાખની ઠગાઈ આચરી પૈસા પરત નહીં આપી ખૂનની ધમકી આપનાર જૂનાગઢના બંને શખસો વિદ્ધ ધોરાજી તાલુકા પોલીસની ટીમે આપઘાતની ફરજ પાડવા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application