સિહોરમાં ધોધમાર બે અને પાલીતાણામાં એક ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી

  • September 06, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુરૂવારે  ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી .બપોરબાદ  મેઘમહેર થતાં સિહોરમાં ધોધમાર બે અને પાલીતાણામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.ઘોઘામાં પોણો, ભાવનગર શહેરમાં અર્ધો , ઉમરાળામાં પા ઈંચ વરસાદ પડયો .તળાજા, મહુવા,જેસર અને ગારિયાધારમાં ઝાપટા પડ્યા હતા. વલભીપુરમાં વરસાદે વિરામ લીધો હતો.
સિહોરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં કાળા વાદળો ગોરંભાયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.આથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.સિહોરમાં ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.સિહોરમાં આ સીઝનમાં કુલ ૨૭ ઈંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં ગુરૂવારે બપોરના સમયે પહેલા મધ્યમ અને બાદમાં ધોધમાર વરસાદ અર્ધો કલાક પડ્યો હતો.આથી શહેરમાં ૧૩ મિમી. ઍટલે કે અર્ધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. પાલીતાણામાં પણ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. અત્રે ૨૩ મી.મી. વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. 
જ્યારે ઘોધામાં ૧૮ મી.મી. એટલે કે પોણો ઈંચ વરસાદ પડયો હતો.ઉમરાળામાં પા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.મહુવા ,તળાજા,જેસર અને ગારિયાધારમાં પણ હળવા ,ભારે ઝાપટા વરસી ગયા હતા.વલભીપુરમાં વરસાદે વિરામ લીધો હતો.ગુરૂવારે બપોર બાદ થી મોડી રાત સુધીમાં જેસર માં ૫, તળાજામાં ૩,મહુવામાં ૩,સિહોરમાં ૪૫, ભાવનગરમાં ૧૩,ઘોઘામાં ૧૮,ઉમરાળામાં ૯, ગારિયાધારમાં ૨,પાલિતાણામાં ૨૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application