રાવલ ગામે ત્રણ ઈંચ વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ: તંત્ર દ્વારા લોકોને એલર્ટ કરાયા

  • June 21, 2021 10:57 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં શનિવારે પ્રથમ વખત નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. તાલુકાના જામ રાવલ ગામે શનિવારે દિવસ દરમિયાન આશરે ત્રણ ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. રાવલ પંથકમાં શનિવારના વરસેલા વરસાદના કારણે નાના-મોટા ચેકડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી હતી. એટલું જ નહીં, ઉપરવાસના વિસ્તારોમાં આ વરસાદથી ભારે પૂર જેવા પાણી ગામ સુઘી આવી ગયા હતા. જેના કારણે તંત્ર એલર્ટ બની ગયું હતું અને પાલિકા તંત્ર દ્વારા માઈક મારફતે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તથા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.

     રાવલ પંથકમાં વર્તુ નદી તથા સાની ડેમના પાણીની આવક થવાની શક્યતાઓ વચ્ચે ગ્રામજનો તથા સરકારી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS