જન્માષ્ટમી ઈફેકટ: રાજકોટથી મુંબઈ, ગોવા અને દિલ્હીની ઉડાન મોંઘી, ૧૫૦૦૦ ભાડુ

  • August 20, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાતમ આઠમના તહેવારોને લઈને રાજકોટથી મુંબઈ દિલ્હી અને ગોવાની લાઈટના ભાડામાં ધરખમ વધારો આવ્યો છે સામાન્ય દિવસોમાં ૪,૦૦૦ થી ૫,૦૦૦ના હવાઈ ભાડામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.દર વર્ષે સાતમ આઠમ અને દિવાળીના તહેવારો ની મોસમમાં એરફેરમાં ઉછાળો આવતો હોય છે. જોકે આ વર્ષે જન્માષ્ટ્રમીના તહેવાર ઉપર જ ભાડા વધ્યા છે દર વર્ષે સાતમ આઠમ ની શઆત પહેલા ગોવા અને મુંબઈના ભાડામાં વધારો થતો હોય છે યારે આ વર્ષે સૌરાષ્ટ્ર્રવાસીઓએ જન્માષ્ટ્રમીની ઉજવણી માટે નજીકના સ્થળો વધારે પસદં કર્યા હોવાથી આ ભાડા વધારો માત્ર ચાર પાંચ દિવસ પૂરતો જ સીમિત રહેશે.
જાણવા માટે વિગત અનુસાર, ૨૪ ઓગસ્ટ થી ૨૮ ઓગસ્ટ સુધી આ ભાડા વધારો નોંધાયો છે જેમાં ગોવા, દિલ્હી અને મુંબઈની રાજકોટ થી જે લાઈટ ઉડાન ભરે છે તેમાં ૧૫૦૦૦ પિયા બોલાઈ રહ્યા છે. આ વખતે રાજકોટ થી દિલ્હી નું ભાડું પણ ખાસુ વધારે જોવા  મળે છે સામાન્ય રીતે દિવાળીના સમયમાં દિલ્હીના ભાડામાં વધારો નોંધાતો હોય છે. સમર વેકેશનમાં મોટાભાગના પ્રવાસીઓ દેશ વિદેશ નો પ્રવાસ કરીને આવ્યા હોવાથી આ વખતે સાતમ આઠમમાં સૌરાષ્ટ્ર્રના અલગ અલગ પ્રવાસન સ્થળો પર વધારે બુકિંગ નોંધાવ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર્રની આજુબાજુ જેમકે દ્રારકા, સોમનાથ, જુનાગઢ ઉપરાંત કચ્છ અને ગુજરાતમાં સાપુતારા, વડોદરાની આસપાસના રિસોર્ટ હાઉસફુલ થઈ ગયા છે.
તેના કારણે સાતમ આઠમ દરમિયાન જે અગાઉના દિવસોમાં જે ટ્રાફિક હવાઈમથકો પર જોવા મળે છે તે આ વખતે માત્ર ગણતરીના દિવસો પર છે જોવા મળશે જેમાં છઠ્ઠ થીલઈને નોમ સુધી એર ટ્રાફિક વધુ નોંધાશે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર, ગોવા અને મુંબઈ સેકટર ઉપરાંત દિલ્હી માટેનો ભાવ આ સીઝનમાં ૧૫૦૦૦ થી ૨૦,૦૦૦ નોંધાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News