ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સોમવારે ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન્સ આવી ફ્લાઇટ્સ અગાઉથી જ રદ કરી શકે છે જે ત્રણ કે તેથી વધુ કલાક મોડી થવાની સંભાવના છે. આનાથી મુસાફરોને થતી અગવડતા ટાળી શકાશે.
આનાથી મુસાફરોની અસુવિધા તો ટાળી શકાશે પરંતુ આવી સ્થિતિમાં એરપોર્ટ પરની ભીડ ઘટાડવામાં પણ મદદ મળશે. DGCAએ મુસાફરોની વધુ સારી સુવિધા અને એરલાઇન્સ અને મુસાફરો વચ્ચે વધુ સારા સંચાર માટે આ પગલું ભર્યું છે. આ SOP ધુમ્મસના કારણે રવિવાર-સોમવારે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સના વિલંબ અથવા રદને ધ્યાનમાં રાખીને અને મુસાફરોને થતી અસુવિધાને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી હતી.
ફ્લાઇટમાં વિલંબ અંગે સચોટ આપવી પડશે માહિતી
ડીજીસીએએ કહ્યું છે કે એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સમાં વિલંબ અંગે સચોટ અને વાસ્તવિક સમયની માહિતી આપવી પડશે. આ માહિતી એરલાઇનની સંબંધિત વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે. આ સિવાય ઉડ્ડયન કંપનીઓએ અસરગ્રસ્ત મુસાફરોને એસએમએસ, વોટ્સએપ અને ઈમેલ દ્વારા અગાઉથી માહિતી આપવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech