ડોમેસ્ટિક એરલાઈન્સની સાથે હવે આંતર રાષ્ટ્રીય ફ્લાઈટને પણ બોમ્બ થી ફૂંકી મારવાની ધમકી ઓ મળવા લાગતા એરપોર્ટ ઓથોરીટીની કસરતો વધી રહી છે તો બીજી તરફ મુસાફરોની હેરાનગતિ પણ. હવે દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પ્લેનને જર્મનીના ફ્રેન્કફર્ટ તરફ ડાયવર્ટ આવ્યું હતું. બોઇંગ 787 ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9.02 કલાકે જર્મનીના ફ્રેન્કફર્ટમાં ઉતરી હતી. આ પછી તરત જ પ્લેનની તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં અઢી કલાકનો સમય લાગ્યો હતો. આ રીતે પ્લેન 11:32 કલાકે તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું હતું. નોંધનિય છે કે, છેલ્લા 6 દિવસમાં ભારતીય વિમાનો પર બોમ્બની ધમકીની આ 22મી ઘટના છે.
આ પહેલા ગુરુવારે વિસ્તારા અને ઈન્ડિગો એરલાઈન્સની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. બુધવારે ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને અકાસાની 7 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત લગભગ એક ડઝન ફ્લાઇટ્સને પણ મંગળવાર અને બુધવારે સમાન ધમકીઓ મળી હતી. એરલાઈન અનુસાર જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. આ પછી ગુરુવારે વિમાનને ઇમરજન્સી સ્થિતિમાં મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.
આ તરફ તુર્કીયેના ઈસ્તાંબુલથી મુંબઈ જઈ રહેલા ઈન્ડિગો પ્લેનમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક સુરક્ષા તપાસ માટે વિમાનને અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું. એરલાઈને જણાવ્યું હતું કે, વિસ્તારા ફ્લાઇટ યુકે 028, જે 16 ઓક્ટોબરના રોજ ફ્રેન્કફર્ટથી મુંબઈ માટે ઉડાન ભરી હતી તેને લઈને સોશિયલ મીડિયા પર સુરક્ષાની ધમકી આપવામાં આવી હતી. તમામ સંબંધિત સત્તાવાળાઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને વિમાન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. પ્લેન લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને ફરજિયાત સુરક્ષા તપાસ માટે પ્લેનને અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવ્યું હતું.
189 મુસાફરોને લઈને દુબઈથી આવેલી ફ્લાઈટને બોમ્બની ધમકી
ફ્લાઈટને ઘમકી મળવાની ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે અને એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ આઈએક્સ -196 દુબઈથી જયપુર જઈ રહી હતી, જેમાં 189 મુસાફરો સવાર હતા તેને શનિવારે સવારે 12.45 વાગ્યે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સવારે 1:20 વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સહી સલામત ઉતર્યું અને સુરક્ષા દળો દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને તેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech