BREAKING NEWS

જામનગર : ધ્રોલમાં પાંચ વર્ષની પરપ્રાંતીય બાળાનું અપહરણ

  • January 29, 2026 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાના ધ્રોલમાં વાડી વિસ્તારમાં ગરેડીયા રોડ પર રહેતા અને ખેત મજૂરી કામ કરતા માંગુભાઈ સુંદરિયાભાઈ પચાયા નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય આદિવાસી શ્રમિક યુવાને પોતાની પાંચ વર્ષની માસુમ પુત્રી તારીકાનું અપહરણ કરી જવા અંગે પાડોશમાં જ વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ હટુ બૂંદેલીયા અને તેના સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, બાળાને ઉપાડીને જતા બે શખ્સો સીસી ટીવી કેમેરામાં કેદ થયા છે.


 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી પોતાની વાડીની ઓરડીમાં પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા, જે દરમિયાન બહારના ભાગમાં રમી રહેલી તેની પાંચ વર્ષથી પુત્રીનું બાજુમાં જ વાળીમાં કામ કરતો કાજુ હટુ બુદેલીયા મોટર સાયકલમાં બેસાડી અને સાથે ભાગી છૂટ્યો હતો, જેથી ધ્રોલ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે.
​​​​​​​

પાંચ વર્ષની બાળાનું પાડોશી દ્વારા અપહરણ કરાયું હોવાની આ ઘટના બની હોવાથી વિસ્તારમાં પણ આરોપીઓ સામે રોષની લાગણી ફેલાઇ છે, ખાસ કરીને બંને આરોપી કેમેરામાં કેદ થયા હોવાથી ઝડપથી પોલીસના હાથમાં આવી જાય એવી પણ સંભાવના રહેલી છે,  જેમાં ધ્રોલના પીઆઇ એચ વી રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે તેઓએ ગુમથનાર બાળકી અને તેને અપહરણ કરીને સક્ષોની શોધખોળ ચલાવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application