જૂનાગઢમાં ચિતાખાના ચોકમાં પાંચ દુકાનો તૂટી

  • November 06, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષે તસ્કરો એ એક સાથે પાંચ દુકાનોમાં તાળા તોડી શુકન કર્યું હતું.જેમાં ચિલ્ડ્રન વેર ની દુકાનમાંથી મોબાઈલ અને સંસ્થાના સીસીટીવી કેમેરાને નુકસાન કયર્નિી ફરિયાદ નોંધાવી છે. ચોરીના બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં ચીતાખાના ચોક ગાભા ગલી વિસ્તારમાં બે બાઈક પર અજાણ્યા પાંચ ઈસમો આવ્યા હતા અને એક સાથે પાંચ દુકાનોના તાળા તોડ્યા હતા.આ અંગે બી ડિવિઝન માંથી પ્રાપ્ત વિગત મુજબ ચિતાખાના ચોક પાસે આવેલ ગાભા ગલી વિસ્તારમાં ફાઈઝા ચિલ્ડ્રન વેર તથા તેની આસપાસ આવેલી તાજ ચિલ્ડ્રન વેર , મદન ડ્રેસીસ, મોતીવાલા સ્ટોર, મિલન વાસણ એમ મળીચાર થી પાંચ દુકાનોમાં તસ્કરોએ તાળા તોડ્યા હતા. અન્ય દુકાનમાંથી કંઈ હાથ આવ્યું ન હતું પરંતુ ચિલ્ડ્રન વેરની દુકાનમાં રહેલ મોબાઈલ ની ચોરી કરી હતી, તેમજ તસ્કરો દ્વારા દુકાનની સામે આવેલ ગુલશને કાસીમ નામની સંસ્થા ના સીસીટીવી કેમેરાને તોડી નુકસાન કર્યું ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તસ્કરોએ નવા વર્ષ ની મોબાઇલ ચોરી કરી બોણી કરી હતી. સમગ્ર બનાવ અંગે દુકાન માલિક ઈમ્તિયાઝભાઈ પટણીએ અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોને ઝડપી લેવા વધુ તપાસ બે ડિવિઝન પીએસઆઇ પરમારે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application