યુએસમાં પાંચ યુએફઓ સંશોધકોના ગુમ થવા અને પાંચ વૈજ્ઞાનિકના રહસ્યમય મૃત્યુ પછી, વધુ એક યુએફઓ વૈજ્ઞાનિકના રહસ્યમય મૃત્યુએ ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકામાં મૃતકો અથવા ગુમ થયેલા વૈજ્ઞાનિકોની સંખ્યા હવે એટલી વધી ગઈ છે કે તેને અવગણવી એ ''માત્ર સંયોગ'' હશે. રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમનું વહીવટીતત્રં આગામી થોડા દિવસોમાં અધતન સંશોધનમાં સામેલ નિષ્ણાતોના રહસ્યમય મૃત્યુ અને ગુમ થવા અંગે જવાબો આપશે. તેમણે કહ્યું કે મને આશા છે કે તે એક સંયોગ છે, પરંતુ આગામી દોઢ અઠવાડિયામાં આપણે જાણીશું. આ ખૂબ જ ગંભીર બાબત છે.
એફબીઆઈ સહીત તપાસનીશ એજન્સીઓ શોધ કાર્યમાં વ્યસ્ત
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે લખ્યું હતું કે વ્હાઇટ હાઉસ તેની તપાસમાં કોઈ કસર છોડશે નહીં. લીવિટે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ તમામ સંબંધિત એજન્સીઓ અને એફબીઆઈ સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે જેથી તમામ કેસોની વ્યાપક સમીક્ષા કરી શકાય અને કોઈપણ સંભવિત સમાનતાઓ ઓળખી શકાય. આ પ્રયાસમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં, અને વ્હાઇટ હાઉસ કોઈપણ નવી માહિતી ઉપલબ્ધ થતાંની સાથે શેર કરશે. અધિકારીઓએ કેસ વચ્ચે કોઈ જોડાણની પુષ્ટ્રિ કરી નથી, પરંતુ ઘટનાઓના સમય અને અધતન સંશોધન ક્ષેત્રોમાં વ્યકિતઓની સંડોવણીમાં સમાનતા લોકોનું ધ્યાન અને અટકળોને વેગ આપી રહી છે. યુએફઓ સંશોધન વૈજ્ઞાનિક એસ્ક્રિજનું ૧૧ જૂન, ૨૦૨૨ ના રોજ હન્ટસવિલે, અલાબામામાં ૩૪ વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુનું કારણ જાતેજ ફાયરીંગ કરી મોત માગી લીધું હોવાનું નોંધાયું છે, જોકે મર્યાદિત માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
એક વર્ષથી વૈજ્ઞાનિકો ગુમ થવા અંગેની તપાસ શ
રિપબ્લિકન કોંગ્રેસમેન એરિક બર્લિસન એ જણાવ્યું હતું કે રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે ગુવારે પત્રકારોને તપાસ કરવાનો આદેશ આપ્યો તે પહેલાં તેમની ઓફિસ એક વર્ષ સુધી કેટલાક ''અત્યતં સંયોગિક'' ગુમ થવાની તપાસ કરી રહી હતી. કોંગ્રેસમેનએ દલીલ કરી હતી કે કેટલાક વૈજ્ઞાનિકો વર્ગીકૃત એરોસ્પેસ, સંરક્ષણ અને યુએફઓ–સંબંધિત માહિતીની અકસેસ સાથે જોડાયેલા હતા – અને ચીન, રશિયા અથવા ઈરાનમાં કેટલાક કુખ્યાત તત્વો સંડોવાયેલા હોઈ શકે છે. તેમણે એલિયન્સની શકયતા અંગે પણ શંકા વ્યકત કરી હતી.મિઝોરીના કોંગ્રેસમેન એરિક બર્લિસને કહ્યું કે તેમની ઓફિસ લગભગ એક વર્ષથી કેટલાક ગુમ થયેલા વ્યકિતઓને શોધી રહી છે. અને તેમનું માનવું છે કે વૈજ્ઞાનિકોની આસપાસનું રહસ્ય ચોક્કસપણે તેમાંથી કેટલાકને વર્ગીકૃત એરોસ્પેસ, સંરક્ષણ અને યુએફઓ માહિતીની અકસેસ સાથે જોડાયેલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application