કુંભમેળામાંથી જામનગર આવેલા પાંચ યાત્રાળુઓના રિપોર્ટ પૉઝિટીવ

  • April 20, 2021 01:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જિલ્લામાં એક તરફ કોરોનાનું અતિ સંક્રમણ ચાલી રહ્યું છે, તેવા અરસામાં જામનગરથી કુંભમેળામાં ગયેલાં પાંચ યાત્રાળુઓ આજે હાપા અને જામનગરના રેલવે સ્ટેશન ઉપર આવતાં એમનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.

અલિયાબાડા પીએચસીની ટીમના અધિકારી રાહુલ પટેલ, રીટાબેન ગૌસ્વામી અને પી.એસ. વ દ્વારા 33 લોકોના ઍન્ટિજન અને 32 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી પાંચ યાત્રાળુના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા હોવાનું જાણવા મળે છે.

બે દિવસ પહેલાં મુખ્યમંત્રી પાણી જામનગર આવ્યા ત્યારે તેઓએ કુંભમેળામાંથી આવનાર તમામનું ચેકિંગ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી જેના સંદર્ભમાં જામનગર સહિત તમામ જિલ્લાઓના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના ઍન્ટિજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

જામનગર શહેર-જિલ્લામાંથી અનેક લોકો કુંભમેળામાં ગયાં છે અને ધીરે-ધીરે તેઓ જામનગર પાછા ફરી રહ્યાં છે ત્યારે જામનગર આવતાં તમામના રિપોર્ટ તંત્ર દ્વારા કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS