ચોરવાડમાં બગીચાની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખસ ઝડપાયા

  • June 23, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોરવાડના વિષણવેલ રોડ પર બગીચાની ઓરડી માં ચાલતી જુગારની કલબ પર પોલીસે દરોડો પાડતા ૫ શખ્સોને ૯૧,૦૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે ચોરવાડ પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ વિસણવેલ રોડ પર રાજુભાઈ કારાભાઈ પંડિત તેના બગીચાની ઓરડીમાં જુગારની ક્લબ ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગાર સંચાલક રાજુભાઈ પંડિત, ભરતભાઈ ઉર્ફે કાટકર લખમણભાઇ પંડિત, રાજાભાઈ સેવરા, વિપુલભાઈ ચૌહાણ, રવિભાઈ ઉર્ફે રાજુ પંડિત, ને ૮૦,૦૦૦ ની રોકડ અને ત્રણ મોબાઈલ મળી ૯૧,૦૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમ્યાન સુત્રાપાડા ના ગોરખ મઢી ગામના રાકેશભાઈ લુકા નાસી જતા ઝડપી લેવા પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application