કલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

  • April 05, 2021 07:50 PM 

જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી

કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર મોટા આસોટા ગામે એક મંદિર પાસે જાહેર માર્ગ પર ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા આલા જેઠા કોટા, અરજણ દેવાભાઈ ચાવડા, ગોગન હેભાભાઈ ખુટી, લખમણ પબાભાઈ વાઢેર અને માંડણ માણશી વાનરીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂપિયા 12,140/- નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં ભર બપોરે મનાઈ હોવા છતાં જી.જે. 16 વી. 3300 નંબર ટ્રક સાથે પ્રવેશેલા ઉપલેટા તાલુકાના રહીશ એવા ફઝલ હુસેનભાઇ સેતા નામના શખ્સ સામે પોલીસે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS