માંડાસણ ગામમાં પાંચ પત્તાપ્રેમી પકડાયા

  • May 30, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોસાયટીમાં પોલીસ પ્રગટી : રોકડ અને પત્તા કબ્જે

જામજોધપુરના માંડાસણ ગામની સોસાયટીમાં મકાનની બાજુમાં લાઇટના અંજવાળે ગંજીપતાનો જુગાર રમતા પાંચને રોકડ સાથે પકડી લેવાયા હતા.
માંડાસણ ગામની સોસયટીમાં લાઇટના અંજવાળે કેટલાક શખ્સો ગંજીપતાનો જુગાર રમે છે એવી હકીકત આધારે શેઠવડાળા પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા માંડાસણ ગામના હરેશ જસા બગડા, રાજુ બાબુ બેડવા, હરેશ લાલજી બેડવા, કેશુ દેવરાજ બેડવા અને વજુ સામત મકવાણા નામના ઇસમોને રોકડા ૪૨૫૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
**
જામજોધપુરમાં સાત પત્તાપ્રેમી સપડાયા
જામજોધપુરના ધરારનગર નદી કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા કૃષ્ણગઢના વિજય ઉર્ફે સંજય વીનુ સરવૈયા, ઘાસના ગોડાઉન પાસે રહેતા રવિ ધીરુ ઝીંઝુવાડીયા, ધરારનગરના દિનેશ બાબુ કુડેચા, અરવિંદ સોમા સરવૈયા, લાડવા શેરીના રવિ પરબત ઝીંઝુવાડીયા, ધરારનગરના પ્રકાશ ખોડા બારીયા અને સગરપાના જીજ્ઞેશ બુઘ્ધગર મેઘનાથીને સ્થાનીક પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૩૧૨૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application