મહુવા શહેરમાંથી રોકડ રૂ.૧૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પાંચ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. ભાવનગર એલ.સી.બી.ના માણસો ભાવનગર, મહુવા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, મહુવા, ખાર ઝાંપા બેટીયાના ડેલા પાસે દિવાલ પાસે જાહેર રસ્તા ઉપર ખુલ્લી જગ્યામા અમુક માણસો ભેગા થઇ પૈસા તથા ગંજી પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી મનસુખ ચીથરભાઇ કવાડ (ઉ.વ.૪૭ રહે.વલ્લભ એપાર્ટમેન્ટ, માસુમદાદાની વાડી, મહુવા જી.ભાવનગર), ભરત પાચાભાઇ ગુજરીયા (ઉ.વ.૩૪ રહે.હવેલી શેરી, કાના પારેખ ચોક, મહુવા જી.ભાવનગર), વિજય કનુભાઇ ચૌહાણ (ઉ.વ.૪૧ રહે.વાણંદ શેરી, ઘંટીવાળો ખાચો, મહુવા જી.ભાવનગર), સંજય ગોબરભાઇ મકવાણા (ઉ.વ.૨૮ રહે.ખાર ઝાંપા, રામજી મંદિર સામે, મહુવા જી.ભાવનગર)અને આણદ સાવજભાઇ ચૌહાણ (ઉ.વ.૫૦ રહે.વાણંદ શેરી, ઘંટીવાળો ખાચો, મહુવા જી.ભાવનગર)ને ઝડપી લઇ રોકડ રૂ.૧૨,૧૦૦ મળી કુલ કિ.રૂ.૧૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા અને પ્રવિણભાઇ ગલચર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech