વાડીનારમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝબ્બે

  • July 22, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામેથી પોલીસે સ્ટ્રીટ લાઈટના અજવાળે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા અલી હારૂન સંઘાર, મુસ્તાક ઈશાક સંઘાર, જાવેદ ફકીરમામદ ચમડિયા, સાદીક અકબર સુંભણીયા અને અકરમ અયુબ સંઘારને ઝડપી લઈ, રૂ. 4510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


સલાયાના માછીમાર સામે જાહેરનામા ભંગ સબબ ગુનો


ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સફી ઢોરો ખાતે રહેતા આસામ અયુબ સંઘાર નામના 27 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સ દ્વારા ચોમાસામાં દરિયામાં માછીમારી કરવા જવા સામે મનાઈ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં બોટ મારફતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, આ અંગે સલાયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application