નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપતી અને તેની પુત્રીને ઇજા: લાલપુરના પીપરટોડા નજીક બાઇક અને જીપ વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર નાઘુના ના પિતા પુત્રને ફ્રેક્ચર સહિતની ઈજા
જામનગર જિલ્લામાં ઠંડીને મોસમમાં અકસ્માતો ની હારમાળા પણ વધતી રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુર પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક દંપતિ સહિત પાંચ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર જિલ્લાના કાલાવડ હાઈવે રોડ પર બન્યો હતો. જયાં હરીપર ગામના પાટીયા પાસે આવી રહેલી જી.જે. -૦૨ એ.પી. ૮૧૭૮ નંબરની અલટો કારના ચાલકે એક બાઈકને હડફેટે લઈ લેતાં બાઈક ના ચાલક કાલાવડ તાલુકાના કાનાવડાળા ગામના અશોકભાઈ માધાભાઈ પટેલ (૪૬) તેમજ તેની પત્ની અને પુત્રી ત્રણેયને નાની મોટી ઈજા થઈ છે. જે બનાવ અંગે કારચાલક સામે ફરિયાદ નોંધાવતા કાલાવડ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત નો બીજો બનાવ લાલપુર તાલુકાના પીપરટોડા પાસેથી પસાર થઈ રહેલા નાઘુના ગામના મનસુખભાઈ કાનજીભાઈ વિરમગામા (૪૫ વર્ષ) અને તેના પુત્ર ના બાઈક ને મહેન્દ્રા જીપ નંબર જી.જે.-૬ એ.એચ. ૦૩૩૮ ના ચાલકે ઠોકરી ચડાવતાં મનસુખભાઈ (ઉંમર વર્ષ ૪૫) અને તેના પુત્ર સોહન (ઉ.વ.૧૪)ને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ છે. જે બનાવ અંગે લાલપુર પોલીસ મથકમાં જીપ ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech