ભાટિયામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, એક ફરાર

  • July 23, 2021 10:13 AM 

    કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે શંકરટેકરી વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કનુ હમીરભાઇ થારુ, દેવા મેઘાભાઈ માતંગ, સોમા હરજીભાઈ માતંગ, માલુ મેઘાભાઇ માતંગ, બાબુ માલદેભાઈ પારીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ મોબાઇલ સહિત કુલ રૂ. 2,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    આ જુગાર દરોડા દરમિયાન ગાગા ગામનો લાલા દેવાભાઈ માતંગ નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS