ગુજરાતમાં વીજળી વેરણ બનીઃ એક જ દિવસમાં 5 લોકોનો ભોગ લીધો, તોફાની વરસાદે લોકોના જીવ અદ્ધર કર્યા, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  • June 15, 2025 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, ગોંડલ, ચોટીલા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ગોંડલમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો તો રાજકોટમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં 24 કલાકમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


કઈ જગ્યાએ વીજળી પડી અને કોનું મોત થયું

જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ વીજળી પડવાની પણ ઘટના બની હતી. રાજકોટમાં વિજળી પડતા એક વ્યક્તિનું તેમજ 14 ઘેટા-બકરાના મોત થયાં હતા. તો દાહોદમાં પિતા-પુત્રનું અને બે બળદનું મોત થયું હતું. જ્યારે માંગરોળમાં મહિલાનું મોત થયું હતું. તેમજ કાલોલ તાલુકાના મોકડ ગામે આકાશી વીજળી પડતાં સરપંચનું મોત નિપજ્યું હતું.


આજે આ જગ્યાઓએ વરસાદની આગાહી

આજે 15 જૂનના રોજ ગુજરાતના જિલ્લાઓમાં નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. એ સિવાય 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર અને દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરામાં નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application