જામનગરમાં શરાબની બોટલો સાથે મહિલા સહિત પાંચ પકડાયા

  • March 19, 2021 11:21 AM 

સપ્લાયરોના નામ ખુલ્યા, સત્યમ કોલોની, રામનગર, બેડેશ્વર, ડિફેન્સ કોલોનીમાં દરોડા

જામનગર શહેરના જુદા-જુદા પાંચ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડીને ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક મહિલા સહિત પાંચને પકડી લીધા હતા, જ્યારે દારૂની બોટલો સપ્લાય કરનારના નામ ખુલ્યા હતા.

જામનગરના અંધાશ્રમ આવાસ બ્લોક નંબર 93/5 ખાતે રહેતી માધવીબેન ઉર્ફે બેના જીતેન્દ્ર હિંગોરીયા નામની યુવતીને ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે હરિ વલ્લભ એપાર્ટમેન્ટ સામેના વિસ્તારમાંથી પોલીસે અટક કરી હતી, દારૂની બોટલ ભાણવડ તાલુકાના રાણપર ગામના કાનો રબારી નામના શખ્સે સપ્લાય કરી હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું આથી બંનેની સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય દરોડામાં શંકર ટેકરી શાસ્ત્રીનગરમાં રહેતા ધનજી ઉર્ફે ભોજો ખેંગાર રાઠોડ ને ઇંગ્લિશ દારૂ ની બે બોટલ સાથે રામનગર રોડ પરથી પોલીસે પકડી લીધો હતો. જ્યારે બેડેશ્વર વિસ્તારમાં રહેતા અસલમ અકબર કુરેશીને ઈંગ્લીશ દારૂની 2 બોટલ સાથે બેડેશ્વર ઓવર બ્રીજ ઉતરતા પેટ્રોલ પંપ નજીકથી પકડી લીધો હતો.

આ ઉપરાંત સાધના કોલોની બ્લોક એલ 68માં રહેતા નિહાલચંદ ઠાકર દાસ ધામીયા નામના ઈસમને ઈંગ્લીશ દારૂની 2 બોટલ સાથે હીરજી મિસ્ત્રી રોડ પરથી દબોચી લીધો હતો, દિગ્વિજય પ્લોટ 58 માં રહેતા પ્રફુલ ઉર્ફે પાગો ખજુરીયા ભદ્રા નામના શખ્સે દારૂ સપ્લાય કર્યો હતો. વધુ એક દરોડામાં જામનગરના ડિફેન્સ કોલોની શેરી નંબર એકમાં રહેતા જમન ઉર્ફે જોની ગોવિંદ ધાડીયા ને ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી દારૂની બોટલ સાથે પકડી લેવામાં આવ્યો તો પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલ ડિફેન્સ કોલોનીમાં રહેતા રાયસૂર ઉર્ફે બોધા માલદે ગઢવી નામના શખ્સે આપ્યો હોવાનું ખુલ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS