જામનગરમાં પાંચ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા

  • November 18, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે પટ્ટમાંથી ૧૨ હજારની મત્તા અને ગંજીપત્તા કબ્જે લીધા

જામનગરના ધરારનગર-૧માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાંચને રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
જામનગરના ધરારનગર-૧ ઇદગાહ મસ્જીદથી આગળના વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમે છે એવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા ધરારનગરના હમીદ આમદ દલ, સલીમ કાસમ સમા, સલીમ હુશેન સમા, હુશેન મામદ સાટી અને અમીન જમાલ રાવકરડા નામના શખ્સોને દબોચી લીધા હતા તેની પાસેથી ૧૨૭૦૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application