ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ આગામી દીવસોમાં હોળી ધુળેટી તહેવાર આવનાર હોય તથા લોકસભા ચુંટણી યોજાનાર હોય જે બાબતે જીલ્લ ામાં આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન થાય અને કાયદો વ્યવસ્થા જણાવાઇ રહે તે બાબતે સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ. ચા. પી આઇ.એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.બી.વોરા સહીતની ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી રાત્રી દરમિયાન દરિયાઈ ખાડી વિસ્તાર મારફત બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોવાની બાતમી આધારે જીલ્લ ા દ્વારા રેઇડ કરી હતી. જેમાં ઉના રહેતો દીવ્યેશ ઉર્ફે ડોરેમોન સતીષભાઈ મજેઠીયાને ઝડપી પાડયો હતો. તેની પાસેથી ભારતિય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો નં.૧૨૩, બિયર ટીન નં.૧૦૫, બાઈક તેમજ મોબાઇલ સહીત કુલ કી.રૂ. ૭૭,૦૬૦નો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બે શખ્સો જેનીશ ઉર્ફે જેક્સ વાજા અને હર્ષદ અશ્વિન વાઘેલા કોળી રહે.ઉના આ બન્ને શખ્સોને ફરાર થઈ ગયા હોય તેને પકડી પાડવા ચક્રોગતીમાન કરેલ છે.તેમજ ઉના દેલવાડા રોડ વિધ્યાનગર નાગનાથ મંદીર પાસેથી કાનજી ઉર્ફે બાબુ ઉકાભ વાજાને બિયર ટીન નં.૪૧ સાથે પકડી લીધેલ. તેમજ પાટણ વિસ્તારમાંથી દિપક પુનાભાઇ શીયાળ રહે ઉના અને તાલાલા નજીકથી સરફરાઝ કરીમભાઈ મજગુલને પકડતા એક બોટલ, બાઈક, મોબાઇલ સાથે કબ્જે કર્યો હતો. તેમજ વેરાવળથી અરૂણ ઉર્ફે બ્રુસલી અનીલભાઇ વઢવાણાને પકડી પાડતા ૨૩ બોટલ, બાઈક અને મોબાઇલ સાથે ઝડપી લીધેલ.જ્યારે સરમણ રબારી રહે.જુનાગઢ તેમજ રામજી જંગી ખારવા રહે.વેરાવળ ખારવાવાડ આ બન્ને શખ્સો ફરાર થઈ ગયેલાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.આમ જીલ્લ ા એલ.સી.બી.ટીમ દ્વારા અલગ-અલગ તાલુકા માંથી પાંચ સ્થળો પર રેઇડ કરી કુલ રૂ. ૨.૯૨ લાખથી વધુનો મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડેલ. જ્યારે ચાર શખ્સો ફરાર હોય આમ કુલ ૯વિરૂધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech