ભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા

  • May 09, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાંચેય શખસ પડોશમાં રહેતા હતા, ઘરમાં હલાણ મુદ્દે હત્યાની ચર્ચા: આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાનઆજકાલા પ્રતિનિધિ
ભાવનગર
શહેરમાં સાંજના સુમારે ખેડૂતવાસ વિસ્તારમાં એક યુવાન ઘરે બેઠો હતો તે વેળાએ પાંચેક જેટલા શખ્સોએ ઘરમાં ઘુસી યુવાનને ખેંચીને ઘરની બહાર લઈ જઈ સરાજાહેર ચોકમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી હતી. પાંચેય  શખ્સો મૃતકના પડોશી હોવાની  ચર્ચા ચાલી રહી છે અને ઘરના  હલાણના વિવાદ બાબતે હત્યા  થઈ હોવાનું મૃતકની માતાએ જણાવ્યું હતું.
શહેર અને જિલ્લ ામાં મારામારી, હત્યા, ચોરી અને લુંટફાટ હવે સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે.
શહેરના ખેડુતવાસ વિસ્તારમાં રહેતો પચ્ચીસ વર્ષિય વિશાલ બુધાભાઈ વાજા સાંજના છએક વાગ્યાના સુમારે પોતાના ઘરે બેઠા હતા તે વેળાએ પાંચેક જેટલા શખ્સો તિણ હથિયાર સાથે ધસી આવ્યા હતા અને જુની અદાવતે તેમજ ઘરના હલાણ મુદ્દે ચાલી આવતા વિવાદ મામલે વિશાલભાઈ સાથે બોલાચાલી કરી, તેને ઘરમાંથી ખેંચીને બુદ્ધદેવ સર્કલ નજીક લઇ જઈ સરાજાહેર હથિયારોના ઘા ઝીંકી, આંતરડા બહાર કાઢી. કરપીણ હત્યા કરી ફરાર થયા હતા. મૃતકની માતા રેખાબેન વાજાએ જણાવ્યું હતું કે, પુત્રની હત્યા કરવામાં રવિ, દિનેશ, રાજુ ચંપલવાળો, વલ્લભ ગેરેજવાળો અને મહેશના નામ આપ્યા હતા. મૃતક તરફડીયા મારતો હતો તે વેળાએ ઘોઘારોડ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત હાલતે પોલીસની વાનમાં બેસાડી સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જયાં તેનું મોતુ નિપજતા પરિવારમાં શોક પ્રસર્યેા હતો.મૃતકની માતા રેખાબેને વધુમાં જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ અગાઉ આરોપી મહેશના પિતાનું અવસાન થયું હતું તે વેળાએ રેખાબેનના દેર વિરૂધ્ધ પિતાની હત્યા મામલે મહેશે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જે મામલે તેમના દેર જેલમાં ગયા હતા અને તે વખતે આરોપી મહેશે તેમના દેર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો પણ આક્ષેપ લાગાવ્યો  હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application