મોરબીમાં જૂની અદાવતમાં પરિવાર પર ધોકા,પાઈપ વડે પાંચ શખસોનો હુમલો
મોરબીમાં જૂની અદાવતમાં પરિવાર પર ધોકા,પાઈપ વડે પાંચ શખસોનો હુમલો
June 09, 2026 10:42 AM
મોરબીના ખાટકી વાસ વિસ્તારમાં એક જ ફળીયામાં રહેતા અને એક જ ડેલી ધરાવતા પરિવારમાં જૂની અદાવત અને મકાનની ડેલી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વપ ધારણ કયુ હતું. આરોપીઓએ ઉશ્કેરાઈને પોતાના જ કાકા, કાકી અને ભત્રીજા પર લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે જીવલેણ હત્પમલો કર્યેા હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના ખાટકી વાસમાં રહેતા નવાઝ ઇકબાલભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૮) એ આરોપી દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહખ દાઉદભાઈ ચૌહાણ, ફાતીમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ, રહે. બધા મોરબી તથા શબીર અબ્બાસ તરકબાણ વિદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમજ સાથી અને આરોપીઓ એજ ફળીયામા મકાનમાં રહેતા હોય જે મકાનની ડેલી બધં કરવા બાબતે અવાર નવાર લડાઈ ઝગડો થતો રેહતો હોય તે વાતનો ખાર રાખી આરોપી દાઉદ તેમજ શાહખએ ફરીયાદીના ઘરે જઈ તેની માતાને ગાળો આપી લડાઈ કરતા ફરિયાદી તેમજ સાથી ઇકબાલભાઇ ત્યા આવતા તેમની બન્ને આરોપીઓએ તેમની સાથે જગડો કરી જપાજપી કરતા આરોપીઓ ફાતીમાબેન અને ઇરમએ આવીને સાથી ઝરીનાબેન સાથે ઝગડો કરી ગાળો આપી જપાજપી કરતા ફરીયાદી વચ્ચે પડતા આરોપીઓએ ફારિયાદી તેમજ સાથીને ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી ઈજા કરેલ હતો તે દમિયાન આરોપી શાહખએ સાથી ઇકબાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડે લ હોય તેમજ આરોપી શાહખએ સાથી ઝરીનાબેનને વાળથી પકડી ઢસડીને શેરીમા લાવી આરોપીઓએ મળી સાથી ઝરીનેબેનને ઢીકા પાટુનો મુંઢ માર મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે