રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે મોટી રકમ ઓહ્યા કરી ગયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રેસકોર્સ પાસે જય ગીત સોસાયટીમાં રહેતા અને કુવાડવા રોડ પર નરસિંહ મહેતા ટાઉનશિપમાં રહેતા શખસે ક્રિપ્ટોના પ્લાન સમજાવી રોકાણકારો પાસેથી પિયા પાંચ કરોડ જેટલી રકમનું રોકાણ કરાવી આ રકમ પરત ન આપી. છેતરપિંડી કરી હતી. જે અંગે બેન્ક કર્મચારી દ્રારા પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી આ શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
શહેરના રેલનગર પાસે આસ્થા ચોક નજીક જય અંબે એપાર્ટમેન્ટ બી– ૨૦૪ માં રહેતા બેંક કર્મચારી વિજય મનહરલાલ વાછાણી દ્રારા પોલીસ કમિશનર કચેરીમાં કરવામાં આવેલી અરજીમાં મિલન ધનજીભાઈ ચાવડા (રહે જય ગીત સોસાયટી–૧ રેસકોર્સ પાછળ, રાજકોટ) અને ઇરફાન ઉમરખાન પઠાણ (રહે લેટ નંબર બી ૪૦૫ નરશી મહેતા ટાઉનશીપ ડી માર્ટ પાછળ, કુવાડવા રોડ) ના નામ આપ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, મિલન કંપનીનો ફાઉન્ડર છે યારે ઇરફાન નાણાંનું કલેકશન કરતો હતો.
અરજીમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે, તે બેંક લોનનું કામ કરતા હોય અને મિલન ચાવડાએ મોર્ગેજ લોન કરાવવી હોય જેથી ગત તારીખ ૫૧૦૨૦૨૧ ના રોજ તેના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ લોનના ડોકયુમેન્ટ લેવા જતા મિલન સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ મિલન ઓફિસે પણ આવતો હતો. દરમિયાન મિલને ક્રિપ્ટો કરન્સીના પ્લાન સમજાવ્યા હતા જેથી ફરિયાદી તેના પ્રોજેકટમાં માર્ચ ૨૦૨૩ માં જોડાયા પછી તેમના નજીકના કુટુંબી લોકો પાસેથી તથા વેપારી મિત્રો પાસેથી મળી કુલ પિયા ૭૨ લાખનું રોકાણ કયુૂ હતું.
આ શખ્સોએ પ્રથમ એમઇઆઇ ટેકનોલોજી એલએલપી નામની કંપની કે જેમાં ફાઉન્ડર મિલન હોય અને ઈરફાન પાર્ટનર હોય જેમાં ૫૦ મહિના માટે દર મહિને ૬ ટકાના વળતરની લાલચ આપી ક્રિપ્ટો ટોકન બહાર પાડો હતો જેમાં તે એવું કહેતા હતા કે રોકાણ કરેલી રકમના ત્રણ ગણા પિયા મળશે તેમજ બાદમાં છ ગણા પિયાની પણ લાલચ આપી હતી. ત્યારબાદ ૫૦ મહિનાનો પ્લાન બધં કરી કેવાડા નામ રાખી રોકાણ પર છ ગણા પિયા મળશે તેવી લાલચ આપી રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવી લીધા હતા. ત્યારબાદ રોકાણકરો તેમને આપેલા આ ટોકનનું વેચાણ ન કરી શકે તેવા ભાવથી લિસ્ટિંગ કરી ૩ પિયાના આસપાસથી લીસ્ટીંગ કરી ફકત એક મિનિટની અંદર ૯૦ ટકા સુધી ડાઉનલોડ કરી ૧૫ દિવસમાં ટોકનનો ભાવ માત્ર ૦.૦૫ પૈસા સુધી ડાઉન કરી નાખ્યા હતા. આમ કરી રોકાણકારોના પૈસા ડુબાડયા હતા. આ બંને શખસોએ કુલ પિયા પાંચ કરોડનું કૌભાંડ આચયુ છે. જે અંગે બેન્ક કર્મચારી વિજયભાઈ વાછાણી દ્રારા પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ અરજી કરી આ બંને શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે
કયાં રોકાણકારોએ કેટલા ગુમાવ્યા?
ક્રિપ્ટો કરન્સીના આ કૌભાંડમાં ફૈઝાન બુખારીના રેફરન્સથી તેમના મિત્ર જોહેબે પિયા ૧.૧૫ કરોડ, વિજયભાઈએ તેમના તથા કુટુંબી અને વેપારી મિત્રોના મળી ૭૨ લાખ, જુબેરભાઈ ૮૦ લાખ, ઉવેસભાઈએ ૪૦ લાખ, ડો.પરેશભાઇના રેફરન્સથી તેમના મિત્રો પાસેથી પિયા ૧૦ લાખ, નીરવભાઈએ .૧ લાખ અને કલ્પેશભાઈએ પિયા ૫૦,૦૦૦ નું આ કંપનીમાં રોકાણ કયુ હતું. જે નાણા ડૂબી ગયા છે.
લોનનો હપ્તો ચૂકવ્યા બાદ ૧૫ હજાર બચે તેવી સ્કીમ
ઈરફાન પઠાણ રાજકોટની ઓફિસમાં રોકાણકારોને બોલાવી તેમને એવું સમજાવતો હતો કે, જો તમે પાંચ લાખ પિયાની લોન ૪૮ મહિના માટે લેશો તો તેનો હો ૧૫૦૦૦ આસપાસ આવશે. આ કંપનીમાં તમે પાંચ લાખના ૬ ટકા એટલે કે દર મહિને ૩૦,૦૦૦ મળશે એટલે જો તમે લોન લેશો તો તેનો હો ૧૫૦૦૦ ચૂકવ્યા બાદ પણ તમને . ૧૫,૦૦૦ નો ફાયદો થશે. આમ કહી રોકાણકારોને લલચાવતો હતો.
ચીટરોએ રોકાણકારોને ગોવાની ટૂર કરાવી હતી
આ બંને ચીટરોએ રોકાણકારોને ગોવાની ટુર કરાવી હતી. ત્યાં સેમિનાર યોજી કંપનીમાં નાણાં રોકવાથી છ ગણી રકમ મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ કેરેલા ટુરની પણ વાત કરી હતી. જોકે બાદમાં આ રકમ માર્કેટિંગ પાછળ વાપરવામાં આવશે તેવું કહી આ ટુર કેન્સલ કરી નાખી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech