જામનગરમાં પાના ટીચતા પાંચ પકડાયા

  • March 05, 2021 10:52 AM 

દિગ્વિજય પ્લોટ ૪૯મા પોલીસની રેડ, ૧૦ હજારની મતા કબજે

જામનગરના દિગ્વિજય પ્લોટ 49, વસ્તુ ભંડાર સામેની ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને કુલ 10200 ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી લીધા હતા.

જામનગરના દિગ્વિજય પ્લોટ 49 કામળિયા વાસ ખાતે રહેતા અને મુળ મધ્યપ્રદેશના કુશડ ગામના વતની છોટેલાલ ભારતસિંગ રાજપુત, ડી. પ્લોટ અને મૂળ કોકાવાલી વતની શશી કુમાર ચંદ્રભાનસિંગ રાજપૂત, વિનય કુમાર ચંદ્રભાનસિંગ રાજપૂત, મુકેશ રામજીત રાજપુત, બેતાલસિંગ કલ્યાણસિંગ રાજપૂત નામના શખ્સોને દિગ્વિજય પ્લોટ 49 વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂપિયા 10, 200 અને જુગારના સાહિત્ય સાથે દબોચી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS