શહેરમાં દેશી દાના ધંધાર્થીઓ સામે પીસીબીની ટીમે ધોંસ બોલાવી છે.ત્યારે શહેરમાં અલગ અલગ પાંચ દરોડામાં પોલીસે દેશી દાના જથ્થા સાથે મહિલા સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતાં.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન દેશી દાના અલગ અલગ પાંચ દરોડામાં મહિલા સહિત પાંચને ઝડપી લીધા હતાં.જેમાં કોઠારીયા કોલોની કવાટર્સ નં.૧૪ સોરઠીયા વાડી બચીચા પાસેથી બેબીબેન પ્રવિણભાઇ પરમાર(ઉ.વ ૬૫) નામની મહીલાને પાંચ લીટર દેશી દા સાથે ઝડપી લીધી હતી.સ્વાતી પાર્ક મેઇન રોડ પર રહેતા રામજી જગુભાઇ વાઘેલા(ઉ.વ ૪૨) ના ઘરમાં દરોડો પાડી અહીંથી ૧૫ લીટર દેશી દા અને ૬૫૦ લીટર આથા સહિત કુલ . ૧૯,૨૫૦ નો મુદામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત યુવરાજનગર મફતીયાપરા શેરી ન.ં ૨ રોડ પાસેથી પ્રેમજી રવજીભાઇ સાડમીયા(ઉ.વ ૪૫) ને ૧૦ લીટર દેશી દા સાથે ઝડપી લીધો હતો.આજીડેમ ચોકડી યુવરાજનગર શેરી ન.ં ૧ મફતીયાપરા પાસેથી શૈલેષ મુન્નાભાઇ પરમાર(ઉ.વ ૨૧) ને ૯ લીટર દેશીદા, ૧૫ લીટર આથો સહીત .૩૭૨૫ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.માંડા ડુંગર પીઠડ આઇ સોસાયટી શેરી નં.૧ માં રહેતા સંજય કરમશીભાઇ ડાભી(ઉ.વ ૩૮) ને ૧૫ લીટર દેશી દા સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અન્ય દરોડમાં ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે કોઠારીયા રોડ માનવધર્મ આશ્રમ પાસે જાહેર રોડ પરથી એકટિવા લઇ જઇ રહેલી શિતલ કાળુભાઇ ડાભી(ઉ.વ ૨૪ રહે. ખોડીયારપરા શેરી નં.૪,પુનીતનગર પાણીના ટાંકા પાસે) ને અટકાવી વાહનની તલાશી લેતા તેમાંથી દાની પાંચ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે દાની બોટલ અને વાહન તથા મોબાઇલ સહિત ૪૩ હજારનો મુદામાલ કબજે કર્યેા હતો.આ સિવાય આજીડેમ પોલીસે માંડા ડુંગર મેઇન રોડ પરથી જયદીપ પ્રાગજીભાઇ સાકરીયા(ઉ.વ ૨૪ રહે. તુલસી પાર્ક મેઇન રોડ) ને દાન ચપલા સાથે ઝડપી લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech