બાતમીના આધારે રાજકોટ એલસીબીએ દબોચી લીધો
જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પાંચ અને રાજકોટ ગ્રામ્ય પોલીસમાં એક મળી છ જેટલા દારૂના ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા બુટલેગરને રાજકોટ એલસીબીએ ગોંડલ નજીકથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના પોલીસ મથકમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી તેની સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચનાને પગલે રાજકોટ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ અને ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ઉપરાંત જામનગરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા પોલીસ પકડથી ભાગતો ફરતો રવિરાજ દાનભાઈ ખાચર ગોંડલ તરફ આવી રહ્યો છે.
જે બાતમીના આધારે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી શખસ ગોંડલ પાસે આવતા તેને એલસીબીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. પોલીસની તપાસમાં શખસ જામનગર સીટી બી-ડિવિઝનના બે અને સી-ડિવિઝનના બે તેમજ પડાણા પોલીસ સ્ટેશનના અને ગોંડલ તાલુકા પોલીસ મથકના એક દારૂના ગુનામાં ફરાર હતો. આ ઉપરાંત અગાઉ અમરેલી, મોરબી માળિયા મિયાણા, રાજકોટ માલવીયા નગર પોલીસ મથકમાં દારૂના ગુના નોંધાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech