દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા.25ના રોજ રાજકોટ આવી રહ્યા હોય અને તેમના હાથે ત્રિવિધ લોકાર્પણ કરનાર હોય આ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા વિવિધ સરકારી વિભાગોની મળી સંયુક્ત કુલ 26થી વધુ કમિટીઓની રચના કરવામાં આવી છે અને સાંજ સુધીમાં આ કમિટીઓની રચનાના હુકમની બજવણી કલેકટર દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત 26 કમિટીની રચનાઓ ઉપરાંત રેસકોર્સ ખાતે પાંચ જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે અને 10 વિશાળ એલઇડી સ્ક્રીન મૂકવામાં આવશે. ત્રણ સ્થળોએ પીએમનું સેફ હાઉસ રહેશે તેમજ સર્કિટ હાઉસ સભા સ્થળ અને એઇમ્સ ખાતે હેલીપેડ તૈયાર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ શહેર પોલીસ રાજકોટ એસટી ડિવિઝન સહિતના વિવિધ સરકારી વિભાગો ના અધિકારીઓ અને ઇજનેરોની સંયુક્ત કુલ 26 કમિટી રચવામાં આવી છે કયા અધિકારીનો સમાવેશ કઈ કમિટીમાં કરવામાં આવ્યો છે તે અંગેના વિગતવાર હુકમની બજવણી આજે સાંજે કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech