દેશની પાંચ એઈમ્સનું રાજકોટથી વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે

  • February 22, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૨૫ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટ સહિત દેશની પાંચ એઇમ્સનું વડાપ્રધાન રાજકોટ થી વચ્ર્યુઅલ લોકાર્પણ કરશે. રાજકોટની એઈમ્સનું વડાપ્રધાન બ લોકાર્પણ કરશે યારે વચ્ર્યુઅલ અન્ય ચાર જે એઈમ્સનું લોકાર્પણ કરવાના છે. રાજકોટ ઉપરાંત ભટીંડા, રાયબરેલી, કલ્યાણી, બિબાનગર એઈમ્સનું લોકાર્પણ કરશે યારે જમ્મુ એઈમ્સનું ૨૦મીએ વડાપ્રધાને લોકાર્પણ કરી દીધું છે.

વડાપ્રધાનના તારીખ ૨૫ના કાર્યક્રમ સબધં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ જણાવ્યું હતું કે આ ચાર એઈમ્સ પાછળ અંદાજે પિયા ૧૧,૦૦૦ કરોડનો ખર્ચ થવા પામ્યો છે. રાજકોટમાં જનાના હોસ્પિટલ સહિતના જુદા જુદા ૩૨૯૧ કરોડના કામનુ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહર્ત રાખવામાં આવ્યું છે.

કલેકટર પ્રભવ જોશી એ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા પરિસ્થિતિની અને કામગીરીની સમીક્ષા માટે એક દિવસ વહેલા આવી જશે. તારીખ ૨૫ ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ સહિતના મિનિસ્ટરો આવશે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટના કાર્યક્રમમાં હાજર રહેશે યારે દ્રારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્રારકા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.
કલેકટરે જણાવ્યું હતું કે રાજકોટ ખાતે વડાપ્રધાન એઈમ્સનું લોકાર્પણ કર્યા પછી રેસકોસ ખાતે જાહેર સભા ને સંબોધન કરશે. જાહેર સભામાં તે પબ્લિક એન્ટ્રી માટેના ગેટથી પ્રવેશ કરશે. જાહેર સભા પહેલા જુના એરપોર્ટથી રેસકોર્સમાં સભાના સ્થળ સુધીનો રોડ શો પણ યોજવામાં આવશે. સામાન્ય જનતાને બપોરના ૨– ૩૦ વાગ્યાથી તારીખ ૨૫ ના રોજ એન્ટ્રી આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના અને સૌરાષ્ટ્ર્રના અન્ય કયા કામોનું અને કેટલી રકમના કામોનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહત્પર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે તે બાબતે પૂછાયેલા સવાલના જવાબમાં કલેકટરે જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં આ તમામ બાબતો ફાઈનલ થઇ જશે અને ત્યાર પછી તેની જાહેરાત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application