દ્વારકા સહિત રાજયમાં માચ્છીમારીની સીઝન તા. 1 સપ્ટેમ્બરથી ખોલવા નિર્ણય

  • July 16, 2021 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માચ્છીમારી સંસ્થાઓની રજૂઆતો બાદ પ્રતિબંધ લંબાવતું તંત્ર

કેન્દ્ર સરકાર દ્વારા પ્રાદેશિક જળવિસ્તાર બહાર ઇન્ડીયન એક્સકલુઝીવ ઇકોનોમીક ઝોનમાં ફીશીંગ પ્રતિબંધિત કરાયુ હોય પશ્ર્ચિમી દરીયા કાંઠા વિસ્તારમાં 1 જૂનથી 31મી ઓગષ્ટ સુધી 61 દિવસના સમયગાળામાં ફીશીંગ કરવું પ્રતિબંધિત જાહેર કરાયેલ.

ફીશીંગ બાનનો સમયગાળો 31મી જુલાઇએ પૂર્ણ થતો હોય આમ છતાં રાજયના વિવિધ માચ્છીમારી સંલગ્ન એસોસીએશન દ્વારા ફીશીંગ બાનનો સમયગાળો વધારાવા રજૂઆતો કરાયેલ જે મુજબ ચાલુ વર્ષ્િે આવેલ વાવાઝોડાથી ૠતુચક્રમાં ફેરયાર હોય 1લી સપ્ટેમ્બર પહેલા દરીયો ખેડવો હિતાવહ ન હોવાનું જણાવી જો 1લી ઓગષ્ટથી માચ્છીમારી કરવાથી દરીયો તોફાની હોય તેમજ પાણીમાં કરન્ટ હોય જોખમી હોવા અંગે રજૂઆત કરાયેલ.

આ ઉપરાંત વાવાઝોડામાં એકથી વધુ વખત માચ્છીમારી બોટ પરત બોલાવવા સહિતની ઘટનાઓ બની હોય ડીઝલ ઇત્યાદિનો વ્યાપક ખર્ચ આવતો હોય માચ્છીમારોને ઘણું સહન કરવું પડયુ હોય સીઝન ખૂલવાની તારીખ 1લી ઓગષ્ટથી લંબાવી 1લી સપ્ટેમ્બર કરવાની રજૂઆતો કરાઇ છે. જે રજૂઆતોને આધારે રાજય ફીશરીઝ વિભાગ દ્વારા માચ્છીમારોના ટોકન ઇશ્યુ કરવાની કામગીરી 1લી ઓગષ્ટને બદલે 1લી સપ્ટેમ્બરથી કરવામાં આવનાર હોવાનું રાજય મત્સ્યોદ્યોગ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિનયાંત્રિક અને પગડિયા માચ્છીમારોને ઉપરોક્ત પ્રતિબંધ લાગુ પડતો નથી. આમ છતાં દ્વારકાના પેણના માચ્છીમાર દ્વારા પ્રતિબંધ ન લંબાવવા રજૂઆત કરાઇ હતી જોકે તેમની રજૂઆતને ધ્યાનમાં લેવાઇ નથી અને અન્ય માચ્છીમારી એસો.ની રજૂઆતને આધારે ફીશીંગ સીઝન ખૂલવાની તારીખ લંબાવી 1લી ઓગષ્ટને બદલે 1લી સપ્ટેમ્બર કરી દેવાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS