પ્રાથમિક વિભાગમાં પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂરો: કોમન એકઝામનો પ્રયોગ સફળ રહ્યો
પ્રાથમિક વિભાગમાં પરીક્ષાનો પ્રથમ તબક્કો પૂરો: કોમન એકઝામનો પ્રયોગ સફળ રહ્યો
April 15, 2026 02:05 PM
રાજકોટ પ્રાથમિક વિભાગમાં અલગ અલગ બે તબક્કામાં ચાલુ વર્ષે પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. કોમન એકઝામ નો પ્રથમ પ્રયોગ આ વખતે ગુજરાતભરમાં તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં કરવામાં આવ્યો હતો અને તેમાં સારા પરિણામો આવ્યા હોવાનો દાવો શિક્ષણ વિભાગના સતાવાળાઓ કરી રહ્યા છે.પ્રથમ તબક્કામાં વાર્ષિક પરીક્ષા ધોરણ ત્રણ થી પાંચની લેવામાં આવી હતી અને તે તારીખ ૧૧ ના પૂરી થઈ ગઈ છે. સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણ થી પાંચ માં પરીક્ષાનું પ્રશ્નપત્ર જે તે વિષયનું એક સરખું જ રહે તે માટે આ વર્ષે પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો હતો રાયકક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા પેપર સ્ટાઇલ નક્કી કરાયા પછી તેની અમલવારી સમગ્ર રાયમાં કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કામાં તેમાં ખાસ કોઈ મોટી સમસ્યા ન આવી હોવાનું જાણવા મળે છે.શિક્ષણ વિભાગના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ રાય કક્ષાએ પ્રશ્નપત્ર તૈયાર કરીને તે પેપર સ્ટાઇલ મુજબની વિગતો જે તે જિલ્લા શિક્ષણાધિકારી અને ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલવામાં આવી હતી.ધોરણ ત્રણ થી પાંચની પરીક્ષાનો તારીખ ૬ થી શ થયેલો તબક્કો તારીખ ૧૧ ના પૂરો થયા પછી હવે સોમવારથી ધોરણ છ થી આઠ ની બીજા તબક્કાની પરીક્ષા પણ આ પેટર્ન મુજબ શ થઈ ગઈ છે અને તારીખ ૨૨ ના છેલ્લું પેપર છે. સમાન કવેશચન પેપરના કારણે વિધાર્થીઓને પણ પ્રમાણમાં અનુકૂળતા રહી છે. સાથોસાથ શાળા કક્ષાએ પણ રાહત મળી છે. સ્વરાયની ચૂંટણી પહેલા પરીક્ષાઓ સંપૂર્ણ કરવાની જે તૈયારી કરવામાં આવી હતી તે મુજબ ચાલી રહ્યું છે. તારીખ ૨૬ ના મતદાન હોવાથી બે દિવસ અગાઉ શાળા બિલ્ડીંગનો કબજો ચૂંટણી તત્રં દ્રારા લઈ લેવામાં આવશે પરંતુ તેના ચાર દિવસ પહેલા જ પરીક્ષાઓ પૂરી થઈ જશે અને તેથી ચૂંટણી કામગીરીને પણ કોઈ અસર થશે નહીં...