આખરે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. સલમાન ખાનની ફિલ્મ સિકંદરનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. સાજિદ નાડિયાદવાલાની આગામી ફિલ્મ સિકંદરનું પ્રથમ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે અને તે શાનદાર છે. પોતાની શાનદાર ફિલ્મ માટે પ્રખ્યાત એઆર મુરુગાદોસ આ ફિલ્મમાં સલમાન ખાનને એક નવા અને અલગ અવતારમાં રજૂ કરવા માટે તૈયાર છે.
પોસ્ટરમાં સલમાન ખાન દમદાર અને રહસ્યમયી પોઝમાં દેખાઈ રહ્યો છે. તસવીરમાં એક અદ્ભૂત અને રોમાંચકારી સિનેમાના અનુભવની ઝલક દેખાઈ રહી છે. સિકંદરનો આ પ્રથમ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાહવાહી મેળવી રહ્યો છે. ફેન્સ મેગાસ્ટરને મોટા પડદા પર વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
પોસ્ટરમાં સલમાન ખાનની દમદાર હાજરી સિકંદરના અજેય કિરદારને દર્શાવે છે. જે દર્શકોને ચોંકાવવા અને પોતાના તરફ ખેંચવા માટે તૈયાર છે. સિકંદર સલમાન ખાન અને સાજિદ નાડિયાદવાલાની 2014ની બ્લોકબસ્ટર ફિલ્મ કિક બાદ પહેલી ફિલ્મ છે. જે સાજિદની પહેલી નિર્દેશિત ફિલ્મ પણ હતી. આજે 27 ડિસેમ્બરના રોજ ભાઈજાન 59 વર્ષનો થયો છે અને આજે જ આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવશે.
સાજિદ નાડિયાદવાલા દ્વારા નિર્મિત અને એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત સિકંદર એક્શન, ડ્રામા અને ઈમોશનનું શાનદાર મિશ્રણ સાથે એક શાનદાર સિનેમાનો અનુભવ કરાવશે. આ આકર્ષક ફર્સ્ટ લુક સાથે સલમાન ખાનની આગામી બ્લોકબસ્ટર ફિલ્મની ઉલટી ગણતરી સત્તાવાર રીતે શરુ થઈ ગઈ છે.
છેલ્લી ઘડીએ રિલીઝ ડેટ બદલાઈ
પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનને કારણે સલમાન ખાનની 'સિકંદર'ના ટીઝરની રિલીઝ ડેટ એક દિવસ આગળ વધારી દેવામાં આવી છે. નિર્માતાઓએ ટીઝરની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરી છે.હવે તે 28મીએ રીલીઝ થશે.પૂર્વ પીએમના નિધનને કારણે સલમાન ખાનની 'સિકંદર'નું ટીઝર મુલતવી રાખવામાં આવ્યું છે.સલમાન ખાનના 59માં જન્મદિવસના અવસર પર તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિકંદર'નું ટીઝર આજે 27મી ડિસેમ્બરે રિલીઝ થવાનું હતું. જોકે, આ રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. 26 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે આ એક્શન થ્રિલર ફિલ્મનું ટીઝર હવે 28 ડિસેમ્બરે સવારે 11:07 વાગ્યે ઓનલાઈન રિલીઝ થશે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech