ઓસ્ટ્રેલિયાએ માનવોમાં બર્ડ ફલૂ ચેપના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે. જણાવ્યું હતું કે થોડા અઠવાડિયા પહેલા ભારતમાં રહેતા એક બાળકને ચેપ લાગ્યો હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિકટોરિયામાં એક બાળકમાં ચેપની પુષ્ટિ થઈ છે. ઓસ્ટ્રેલિયામાં બર્ડ ફલૂનો આ પહેલો કેસ છે. બાળક ભારતમાં રહેતી વખતે એચ૫ એન૧ ફલૂનો શિકાર બન્યો હતો. તે આ વર્ષે માર્ચ મહિનામાં બીમાર હતો, વિકટોરિયાના આરોગ્ય વિભાગે એકસ પર જણાવ્યું હતું કે, વિકટોરિયામાં માનવોમાં બર્ડ લૂ એ (એચ૫ એન૧) ચેપનો કેસ નોંધવામાં આવ્યો છે. વિભાગે અન્ય પોસ્ટમાં જણાવ્યું હતું કે, જે બાળકમાં તાજેતરમાં ચેપની પુષ્ટ્રિ થઈ હતી તે માર્ચ ૨૦૨૪માં વિદેશથી ઓસ્ટ્રેલિયા પરત ફર્યેા હતો. બાળકને ગંભીર ચેપ લાગ્યો હતો પરંતુ હવે તે સાજો થઈ રહ્યો છે અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. વિકટોરિયાના એક ફાર્મમાં બર્ડ ફલૂની ઓળખ થયાના કલાકો પછી આ કેસની જાહેરાત કરવામાં આવી હતી.
અમેરિકામાં બર્ડ ફલૂનો બીજો કેસ નોંધાયો
યુનાઇટેડ સ્ટેટસમાં બર્ડ ફલૂના બીજા માનવ કેસની પુષ્ટ્રિ કરવામાં આવી છે, રોઇટર્સ અહેવાલ આપે છે, યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને ટાંકીને. માર્ચના અંતમાં ડેરી પશુઓમાં પ્રથમવાર વાયરસ જોવા મળ્યો હતો.
ઝારખંડમાં ૯૨૦ મરઘીઓ અને બતકો માર્યા ગયા
તાજેતરમાં જ ઝારખંડની રાજધાની રાંચીમાં પણ બર્ડ લૂનો કેસ સામે આવ્યો હતો. આ દરમિયાન ૯૨૦ મરઘી અને બતક માર્યા ગયા હતા. આ સાથે ૪૩૦૦ ઈંડાનો નાશ કરવામાં આવ્યો હતો. વાયરસની પુષ્ટ્રિ થયા બાદ રાય સરકારે એલર્ટ જાહેર કયુ હતું
આ વાયરસ કેવી રીતે ફેલાય છે?
આ વાયરસ પણ સામાન્ય વાયરસની જેમ ફેલાય છે. સીડીસી કહે છે કે વાયરસ ચેપગ્રસ્ત પક્ષીના લાળ, અનુનાસિક પ્રવાહી અથવા મળ દ્રારા ફેલાય છે. આવી સ્થિતિમાં યારે અન્ય પક્ષી તેના સંપર્કમાં આવે છે ત્યારે તેને પણ ચેપ લાગી શકે છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, બર્ડ લૂ અથવા એવિયન લૂ એ એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે, જે મનુષ્યની સાથે સાથે પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. યારે કોઈ વ્યકિત ચેપગ્રસ્ત પક્ષીના સીધા સંપર્કમાં આવે છે, ત્યારે તેને બર્ડ લૂનો ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે. અત્યાર સુધી માનવીઓને બર્ડ લૂનો ચેપ લાગ્યો હોવાના બહત્પ ઓછા કેસ નોંધાયા છે, પરંતુ માણસો પણ બર્ડ લૂથી સંક્રમિત થઈ શકે છે. બર્ડ લૂનો સૌથી ખતરનાક વાયરસ એચ૫ એન૧ છે. જેનાથી ચેપ લાગવાથી મોટાભાગના લોકો મૃત્યુ પામે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech