પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામમાં જન્માષ્ટ્રમીના તહેવાર સમયે ઉત્સાહના અતિરેકમાં એક શખસે જાહેરમાં હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વીડિયોને લઈ પડધરી પોલીસે તપાસ હાથ ધરી હવામાં ફાયરિંગ કરનાર અને તેને પોતાનું પરવાનાવાળુ હથિયાર આપનાર બંને શખસો જે હાલ રાજકોટ રહેતા હોય અને મૂળ ભાયુના દોમડા ગામના વતની હોય બંને સામે આમ્ર્સ એકટની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામમાં જાહેરમાં હવામાં ફાયરિંગ કરવામાં આવતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇ પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ જી.જે. ઝાલાની રાહબરી હેઠળ એએસઆઈ બી.એમ. જાડેજા, કોન્સ્ટેબલ દશરથસિંહ,વસંતભાઈ સુમિતભાઈ, સાગરભાઇ સહિતના સ્ટાફને તપાસ હાથ ધરી હતી.
દરમિયાન માલુમ પડું હતું કે, તાલુકાના ભાયુના દોમડા ગામે ગત તારીખ ૨૬ ૮ ૨૦૧૯ ના જન્માષ્ટ્રમીના તહેવારમાં જૂની પ્રાથમિક શાળાની સામે આવેલા પ્રોવિઝન સ્ટોર સામે મૂળ ભાયુના દોમડા ગામના જ વતની અને હાલ રાજકોટમાં મવડી વિસ્તારમાં રાધિકા પાર્કમાં રહેતા અલ્પેશ મોહનભાઈ ભંડેરીએ તહેવાર દરમિયાન ઉત્સાહના અતિરેકમાં આવી પોતાના પાસે રહેલ હથિયાર વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કયુ હતું. તપાસ કરતા આ હથિયાર તેના મિત્ર રસિક નરસિંહભાઈ પાદરીયા (રહે. મવડી પ્લોટ, સોરઠીયા પરિવારની વાડીની બાજુમાં, રાજકોટ,મૂળ ભાયુના દોમડા)નું હોવાનું માલુમ પડું હતું.
જેથી પોલીસે જાહેરમાં ફાયરિંગ કરી લોકોના જીવ જોખમમાં મુકવા અંગે ફાયરિંગ કરનાર અલ્પેશ ભંડેરી અને તેને પોતાનું પરવાનાવાળુ હથિયાર આપનાર રસિક પાદરીયા બંને સામે આમ્ર્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને હાજર થવા માટે નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech